<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

મુંદ્રા પોર્ટ પર આતંકી સાયોઃ ઈમેલ દ્વારા પોર્ટને મિસાઈલથી ઉડાવી દેવાની ભયાનક ધમકી

ગુજરાતના દરિયાકાંઠે હાઈ-એલર્ટઃ LPG ટેન્‍કર નષ્ટ કરવાની ચીમકી મળતા સુરક્ષા એજન્‍સીઓ દોડતી થઈ

ભુજ, તા. ૧૮: ગુજરાતની આર્થિક કરોડરજ્જુ ગણાતા કચ્‍છના મુંદ્રા પોર્ટ પર એક મોટી આફતના ભણકારા વાગી રહ્યા છે. અજાણ્‍યા શખ્‍સો દ્વારા મોકલવામાં આવેલા એક ધમકીભર્યા ઈમેલે સુરક્ષા તંત્રમાં ભારે ફફડાટ ફેલાવી દીધો છે. આ ઈમેલમાં મુંદ્રા પોર્ટને બોમ્‍બ અને મિસાઈલ જેવા ઘાતક હથિયારોથી ઉડાવી દેવાની સીધી ધમકી આપવામાં આવી છે. ખાસ કરીને પોર્ટ પર રહેલા LPG (લિક્‍વિફાઈડ પેટ્રોલિયમ ગેસ) ટેન્‍કરોને નિશાન બનાવીને તેને નષ્ટ કરવાની વાત કરવામાં આવતા પરિસ્‍થિતિ અત્‍યંત ગંભીર બની ગઈ છે.

આ ધમકી મળતા જ રાજ્‍યની એટીએસ (ATS), લોકલ પોલીસ અને કોસ્‍ટ ગાર્ડ સહિતની કેન્‍દ્રીય એજન્‍સીઓ સતર્ક થઈ ગઈ છે. પોર્ટની આસપાસ સુરક્ષાનો ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો છે અને દરેક શંકાસ્‍પદ ગતિવિધિ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. ઈમેલ કયાંથી આવ્‍યો અને તેની પાછળ કયા અસામાજિક તત્‍વોનો હાથ છે તેની ઊંડી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. દરિયાઈ સુરક્ષામાં કોઈ પણ પ્રકારની કચાસ ન રહે તે માટે સર્ચ ઓપરેશન પણ તેજ કરી દેવાયું છે

(11:36 AM IST)