<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

પોરબંદરના કડછમાં ઘરમાં ચાલતી વખતે પડી જતાં ખીમાનંદભાઇ કડછાનું મોત

વૃધ્‍ધે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડતાં પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૮: પોરબંદરના કડછ ગામે રહેતાં વૃધ્‍ધ ઘરમાં ચાલતી વખતે પડી જતાં ઇજા થવાથી મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

જાણવા મળ્‍યા મુજબ કડછ ગામે રહેતાં ખીમાનંદ ઘેલાભાઇ કડછા (ઉ.વ.૭૫) તા. ૧૨/૩ના રાતે ત્રણેક વાગ્‍યે ઘરમાં ચાલતી વખતે પડી જતાં મુંઢ ઇજાઓ થતાં પોરબંદર, જુનાગઢ સારવાર અપાવી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં માધવપુર પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર ખીમાનંદભાઇ ચાર ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક દિકરી અને ત્રણ દિકરા છે. પોતે ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં.

(12:21 PM IST)