હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મોરબી જિલ્લા ચુવાળિયા કોળી ઠાકોર સમાજની મિટિંગ મળી, સંગઠન અને શિક્ષણ પર ભાર મુકાયો
મિટિંગમાં જિલ્લાભરમાંથી પધારેલા વડીલો અને કાર્યકરોએ સમાજના સર્વાંગી ઉત્કર્ષ માટે પોતાના અમૂલ્ય સૂચનો આપ્યા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ટીંબાવાડી માતાજીના સાનિધ્યમાં મોરબી જિલ્લા ચુવાળિયા કોળી ઠાકોર સમાજના પ્રમુખ હેમંતભાઈ સુરેલા સાહેબ દ્વારા એક અત્યંત મહત્વની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સંત શ્રી વેલનાથ બાપુ પુણ્યતિથિ મહોત્સવ:
આગામી તારીખ 02/04/2026 ના રોજ આપણા સમાજ ના ધર્મ ગુરુ સંત શ્રી વેલનાથ બાપુની પુણ્યતિથિને ભક્તિભાવપૂર્વક ઉજવવાનું નક્કી કરાયું છે. જેમાં ભવ્ય ‘ભજન સંધ્યા’ અને બાળકો માટે ‘બટુક ભોજન’ નું વિશેષ આયોજન કરવામાં આવશે.
શિક્ષણ જાગૃતિ અભિયાન:
સમાજનો વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે દરેક બાળક શિક્ષિત હોય. મિટિંગમાં શિક્ષણ મુદ્દે ગહન ચર્ચા કરવામાં આવી અને વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહન અને જરૂરી મદદ પૂરી પાડવા માટે આયોજન કરાયું.
સંગઠન શક્તિ:
સમાજની એકતા જ આપણી સાચી શક્તિ છે. ચુવાળિયા કોળી ઠાકોર સમાજને વધુ મજબૂત અને સંગઠિત બનાવવા માટે નવા હોદ્દેદારો અને યુવાનોમાં જોશ જગાડવામાં આવ્યો હતો.
આ મિટિંગમાં જિલ્લાભરમાંથી પધારેલા વડીલો અને કાર્યકરોએ સમાજના સર્વાંગી ઉત્કર્ષ માટે પોતાના અમૂલ્ય સૂચનો આપ્યા હતા.
“શિક્ષણ, સંગઠન અને શક્તિ – એ જ આપણો સંકલ્પ” સૂત્ર પર ભાર મુકાયો હતો









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
