તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 18th March 2026
સૌરાષ્ટ્રના અમરેલી અને જામનગરના વાતાવરણમાં અચાનક પલટો : કમોસમી વરસાદી ઝાપટા પડ્યા
વડીયા તેમજ બગસરા પંથકમાં કમોસમી વરસાદ: જામનગરમાં સમી સાંજે કરા સાથે કમોસમી વરસાદ : લાલપુર તાલુકાના બબરઝર, ટેભડા, ખાયડીમાં કરા સાથે વરસાદ પડતાં ખેડૂતોને ચણા ધાણા જીરૂમાં નુકસાન થવાની ભીતિ

સૌરાષ્ટ્રના અમરેલી અને જામનગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અમરેલીના વડીયા તેમજ બગસરા પંથકમાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યા, બગસરા પંથકના શાપર, સુડાવડ તો વડીયા શહેર, મોરવાડા, બાંટવા દેવળી સહિતના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો છે. ઘણા એવા વિસ્તારો છે જ્યાં ખેડૂતો તૈયાર પાક લેવાની તૈયારી કરી રહ્યા છે તેવામાં ગુજરાતનું વાતાવરણ બદલાયા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
જામનગરમાં હવામાનમાં એકાએક ફેરફાર આવતા સમી સાંજે કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. જિલ્લાના લાલપુર તાલુકાના બબરઝર, ટેભડા, ખાયડીમાં કરા સાથે વરસાદ પડતાં ખેડૂતોને ચણા ધાણા જીરૂમાં નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે.
(8:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
