News of Wednesday, 18th March 2026
વેરાવળના નાવદ્રા ગામે એસ ઓ જી પોલીસે દરોડા પાડી 33 ગેસના બાટલા પકડી પાડ્યા
પોલીસે ગેસના તમામ બોટલ કબજે કરી પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ગીર સોમનાથના વેરાવળના નાવદ્રા ગામે એસ ઓ જી પોલીસે દરોડા પાડી ગેસના બાટલા પકડી પાડ્યા છે. વાડી વિસ્તારના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. આશરે 33 જેટલા ગેસના બાટલા જપ્ત કર્યા છે. ગેરકાનૂની રીતે વેચાણ અર્થે ગેસના બાટલા રખાયા હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. પોલીસે ગેસના તમામ બોટલ કબજે કરી પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(11:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
