News of Thursday, 19th March 2026
મોરબી મનપાના ફાયર વિભાગ દ્વારા સરકારી કચેરી સહિત જુદી જુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ અપાઈ
અગાઉ અપાયેલ નોટીસના પગલે ૧૯૨ કોમ્પલેક્ષ અને ૩૮ સમાજવાડીમાં ફાયરની સીસ્ટમ લગાવેલ તથા કામગીરી ચાલુ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા ૨ સરકારી કચેરીના ૪૮ કર્મચારી અને ૧ ઇન્ડસ્ટ્રીઝમાં ૯૭ માણસોને ફાયર પ્રિવેન્સનની ટ્રેનિંગ આપવામાં આવી હતી અને વધુ પ્રિવેન્શનના ભાગરૂપે સમાજવાડી કોમ્પ્લેક્ષ અને ઇન્ડસ્ટ્રીઝ જેવી બિલ્ડીંગનું ફાયર સેફ્ટી સર્ટિફિકેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સાથે ફાયર NOC ન ધરાવતા બિલ્ડીંગને નોટીસ આપવામાં આવી હતી અને પ્રિવેન્શનને લગતી સૂચનો અને જરૂરી ગાઈડલાઈન પણ આપવામાં આવી હતી. અગાઉ અપાયેલ નોટીસના પગલે ૧૯૨ કોમ્પલેક્ષ અને ૩૮ સમાજવાડીમાં ફાયરની સીસ્ટમ લગાવેલ તથા કામગીરી ચાલુ કરેલ છે. અને મોરબી મહાનગરપાલિકા હસ્તકની ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા તાજેતરમાં એલ. ઇ. કોલેજ, બોય્ઝ હોસ્ટેલ ગ્રાઉન્ડ, કેસરાગ સામે, મોરબી ખાતે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય કટોકટીના સમયે ઓછામાં ઓછા સમયમાં આગ પર કાબૂ મેળવવાની ટેકનિકલ કુશળતા ચકાસવાનો હતો. આ કાર્યક્રમના અંતે વિજેતા ટીમને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. તેવી માહિતી અધિકારીએ આપેલ છે.
(12:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
