<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

ગોપાલ ઈટાલીયાના મતક્ષેત્ર વિસાવદરમાં રાજૂ કરપડાની ૨૧મીએ ખેડૂત સભા : જબરી ઉત્કંઠા‌ : વહીવટી તંત્ર ચોકકન્નુ

આમ‌ આદમી પાર્ટી છોડ્યા બાદ "આપ"નાં ગઢમાં જ કરપડાની બીન રાજકિય ખેડૂત સભાના ધમાકેદાર આયોજનથી સમગ્ર ગુજરાતનુ ધ્યાન કેન્દ્રિત : અવનવા તર્ક વિતર્ક

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાના મતક્ષેત્ર વિસાવદરમાં જ ખેડૂત નેતા રાજૂ કરપડાની આગામી ૨૧-૦૩-૨૦૨૬ના રોજ બપોરે ૩ કલાકે શાયોના પેટ્રોલ પંપ સામેના વિશાળ પટાંગણમાં જબ્બર ખેડૂત સભાનુ આયોજન કરાતા સાર્વત્રિક જબરી ઉત્કંઠા‌ વ્યાપી છે અને વહીવટી તંત્ર ચોકકન્નુ થયું છે.
આમ‌ આદમી પાર્ટી છોડ્યા બાદ "આપ"નાં ગઢમાં જ કરપડાની બીન રાજકિય ખેડૂત સભાના ધમાકેદાર આયોજનથી સમગ્ર ગુજરાતનુ ધ્યાન વિસાવદર તરફ કેન્દ્રિત થયું છે અને રાજકીય નિરીક્ષકો અવનવા તર્ક વિતર્ક કરતા નજરે પડે છે.
દરમિયાન ખેડૂત નેતા રાજૂભાઈ કરપડાએ જણાવ્યું છે કે, ખેડૂત સંકલ્પ યાત્રાને સફળ બનાવવા મોટી સંખ્યામાં ખેડૂતો અને મજદૂરો ને જોડાવા આહવાન કરવામાં આવ્યું છે જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે..‌છેલ્લા ૪૦ વર્ષ માં ક્યારેય ન જોઈ એવી એવી બિનરાજકીય ખેડૂત યાત્રા સૌરાષ્ટ્રના તમામ જિલ્લા માંથી પસાર થશે.. મોટી સંખ્યામાં ખેડૂતો યાત્રા અને સભાઓમાં સામેલ થઈ ખેડૂતોની તાકાત બતાવશે.. તમામ જિલ્લા અને તાલુકા મથકે કિસાન સમિતિ બનાવવામાં આવશે... તમામ વિસ્તારના ખેડૂતોના પ્રશ્નોની યાદી તૈયાર કરવામાં આવશે અને આવનાર સમયમાં યોગ્ય નિરાકરણ માટે લડત પણ લડવામાં આવશે...રાજકીય પાર્ટીઓ ખેડૂતોનો માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કરી રહી છે.. જેથી "ખેડૂત સંકલ્પ યાત્રા"માં સૌએ હાજરી આપવા કરપડાએ અનુરોધ કર્યો છે.

(1:24 AM IST)