તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 19th March 2026
મરીન ટાસ્ક ફોર્સનું કચ્છના દરિયા કિનારે એલર્ટ: કોઈ પણ શંકાસ્પદ ચીજવસ્તુઓ દેખાય તો માછીમારોને સાબદા રહેવા સૂચના
યુદ્ધના કારણે દરિયામાં વપરાયેલા શસ્ત્રો કે અન્ય સામાન તરતો મળી આવે એવી શક્યતા, ડ્રગ્સ કે શંકાસ્પદ ગતિવિધિ દેખાય તો સતર્ક રહેવા સૂચના

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૯ : રાજ્ય મરીન ટાસ્ક ફોર્સની દરિયાકિનારા વિસ્તારમાં સાવધાન રહેવાની સૂચનાના અનુસંધાને જખૌ સેક્ટરની મરીન ટાસ્ક ફોર્સ દ્વારા ડીવાયએસપી આર.એમ. ચૌધરીના નેતૃત્વમાં એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં જખૌ બંદર, જખૌ જેટી, ભારત સોલ્ટ અને શિયાળ બારી સુધીના દરિયાઈ તટીય વિસ્તારમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.
ડ્રાઈવ દરમિયાન માછીમારો સાથે શંકાસ્પદ વ્યક્તિઓ, શંકાસ્પદ બોટો અને ડ્રગ્સ જેવા કેફી પદાર્થોની હેરાફેરી જેવા ગંભીર વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. તેમને આવી કોઈ પણ ગતિવિધિ જણાય તો તાત્કાલિક જાણ કરવા અને જરૂરી મદદ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.
વધુમાં, હાલમાં ચાલી રહેલા યુદ્ધને કારણે દરિયામાં તૂટી પડેલા જહાજો, બોટો અને મિસાઈલો જેવા યુદ્ધમાં વપરાયેલા સાધનો દરિયાઈ પ્રવાહ મારફતે કિનારા સુધી તણાઈ આવવાની શક્યતા છે. આ અંગે પણ સ્થાનિક લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.
(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
