<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

હવે અંજાર રેલવે સ્ટેશન પર ગાડી નંબર ભુજ - શાલીમાર એક્સપ્રેસ ઊભી રહેશે

સાંસદ વિનોદ ચાવડાની રજૂઆત સફળ, કોલકત્તા, મધ્યપ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢના પ્રવાસીઓ માટે સુવિધા વધી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૯ :  ભુજ થી ઉપડતી બંગાળ તરફ જતી સાપ્તાહિક ટ્રેન શાલીમાર એક્સપ્રેસ ને અંજાર રેલવે સ્ટેશન પર ગાડી નંબર 22829/22830 ભુજ – શાલીમાર એક્સપ્રેસને સ્ટોપેજ મળવા અંગે કચ્છના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. સાંસદશ્રી દ્વારા જણાવાયું છે કે કચ્છ જિલ્લાના લોકો માટે એક મહત્વપૂર્ણ સુવિધા રૂપે અંજાર રેલવે સ્ટેશન પર ગાડી નંબર 22829/22830 ભુજ – શાલીમાર એક્સપ્રેસને સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ નિર્ણયથી ગુજરાત, મધ્યપ્રદેશ, છતીશગઢ, ઝારખંડ, ઓરીસા, બંગાળ તરફના પ્રવાસમાં મોટી રાહત મળશે. આ ટ્રેન સેવાને અંજાર સટોપેજ મળતા લોકો માં રાહત ની લાગણી પ્રસરી હતી.

 સાંસદશ્રી દ્વારા આ સુવિધા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારત સરકાર અને રેલવે મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ તથા રેલવે મંત્રાલયનો આભાર વ્યક્ત કરવામાં આવેલ છે. લાંબા સમયથી અંજાર ખાતે આ ગાડીના સ્ટોપેજ માટે લોક માગણી કરવામાં આવતી હતી, જેને હવે સ્વીકાર આપવામાં આવ્યો છે.

 સાંસદશ્રી દ્વારા જણાવાયું છે કે આ સ્ટોપેજથી સ્થાનિક વેપાર, ઉદ્યોગ અને પ્રવાસન ક્ષેત્રને પણ પ્રોત્સાહન મળશે તેમજ કચ્છના લોકો માટે મુસાફરી વધુ સરળ અને સુલભ બનશે.

(9:33 AM IST)