<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

ચૈત્રી નવરાત્રીમાં પગપાળા માતાના મઢ દર્શને જતા પદયાત્રી યુવાનને બોલેરો જીપે હડફેટે લેતાં મોત

મૂળ કચ્‍છના ગોધરા (માંડવી)ના અને હાલ મુંબઇ રહેતા વિપ્ર યુવાન ભુજથી માતાના મઢ જવા નીકળ્‍યા અને સામેથી આવતા બેદરકાર ડ્રાઇવરે હડફેટે લીધો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૯: ચૈત્રી નવરાત્રી દરમ્‍યાન ભુજથી માતાના મઢ દર્શને જઈ રહેલ યુવાન પદયાત્રીને સામેથી આવતી બોલેરો જીપે હડફેટે લેતા અરેરાટીભર્યું મોત નીપજ્‍યું હતું. મૂળ કચ્‍છના ગોધરા ગામના અને હાલ મુંબઈ રહેતા ૪૫ વર્ષીય ધર્મેશ સુભાષભાઈ પંડ્‍યા ભુજમાં પોતાના સગાના ઘેરથી માતાના મઢ દર્શને જવા પગપાળા નીકળ્‍યા હતા. ભુજથી ૨૫ કિમી દૂર પહોંચેલા માઈ ભક્‍ત ધર્મેશભાઈને સામેથી આવતી બોલેરો જીપના ડ્રાઇવરે બેદરકારીથી બેફામ રીતે જીપ હંકારી હડફેટે લીધા હતા. માથા અને શરીરના અન્‍ય ભાગોમાં ગંભીર રીતે ઘવાયેલા ધર્મેશ પંડયાને ભુજ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા પરંતુ સારવાર મળે એ પહેલા જ તેમનું મોત નીપજ્‍યું હતું. આ સંબંધે નખત્રાણા પોલીસે અકસ્‍માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

(10:53 AM IST)