News of Thursday, 19th March 2026
ચૈત્રી નવરાત્રીનો શુભારંભઃ ભાવિકો દ્વારા માતાજીના ગુણગાન
માતાજીના સ્થાનકોમાં ૯ દિવસ સુધી વિશેષ પુજન, અર્ચન, મહાઆરતી સહિતના કાર્યક્રમોઃ ભાવિકોની ભીડ

રાજકોટ તા.૧૯: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. ભાવિકો દ્વારા માતાજીની આરાધના કરવામાં આવી રહી છે.
ચૈત્રી નવરાત્રિના તહેવારોમાં અનેક પ્રકારના વ્રતો કરવાં એમ ધર્મશાષાો કહે છે. વર્ષના છેલ્લા દિવસે એટલે કે ફાગણની અમાસે ઉપવાસ કરીને ગુડી પડવાના દિવસે સૂર્યની પૂજા કરીને આરોગ્યવર્ધક ‘‘આરોગ્યપ્રતિપદા વ્રત'' કરાય છે. આમાં લીમડાનો રસ પીવાનો કે એનાં પાન ખાવાનો ભારે મહિમા છે. આ દિવસે સૌરશક્તિના સ્રેત સમા સૂર્યની પૂજા દ્વારા ઊર્જા-પ્રકાશ મેળવીને અને કડવા લીમડાનું સેવન કરીને શરીરને સુદઢ અને તંદુરસ્ત બનાવાય છે.
ચૈત્ર સુદ આઠમ ‘ભવાની અષ્ટમી', ‘દુર્ગાષ્ટમી' કે ‘અશોકાષ્ટમી' કહેવાય છે. આ દિવસે માતા દુર્ગા દેવી ભવાની સ્વરૂપે પ્રગટ થયાં છે. આ દિવસે ભવાની માતાનાં દર્શન કરી, અશોક-ફૂલની કળીઓનું પાન કરવું એમ ‘લિંગપુરાણ' કહે છે. રામનવમી એટલે મર્યાદાપુરુષોત્તમ શ્રીરામનો જન્મદિવસ. રાવણવળત્તિનો ત્યાગ કરીને રામવળત્તિ અપનાવાય તો જીવન સ્વર્ગ જેવું બની જાય, એવો સંદેશ રામચરિતમાંથી મળે છે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં આજથી શક્તિની ઉપાસનાનું મહાપર્વ ચૈત્રી નવરાત્રિ ભક્તિભાવ સાથે શરૂ થયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આજ થી તા. ૧૮ થી શરૂ થનારી ચૈત્રી નવરાત્રિ દરમિયાન મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના, ઘટ સ્થાપના અને ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે. નવ દિવસ સુધી ચાલનારા આ પાવન પર્વ દરમિયાન ભક્તો મા નવદુર્ગાની આરાધના કરીને ઉપવાસ તથા પૂજા પાઠ કરશે.
નવરાત્રિના પ્રારંભે શહેર અને જિલ્લામાં આવેલા માતાજીના મંદિરોમાં શાષાોક્ત વિધિ મુજબ ઘટ સ્થાપના કરવામાં આવી છે અને અખંડ દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યા છે. ભક્તો દ્વારા સવારે અને સાંજે આરતી તેમજ માતાજીના જયઘોષ સાથે ધાર્મિક માહોલ સર્જાયો છે. મંદિરોમાં ભક્તોની અવરજવર વધતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું છે.
આ નવ દિવસ દરમિયાન ઘણા ભક્તો નવ દિવસના ઉપવાસ રાખીને માતાજીની ભક્તિમાં લીન રહેશે. મંદિરો ઉપરાંત ઘરઆંગણે પણ માતાજીની સ્થાપના કરી પૂજા-અર્ચના કરવામાં આવશે. આ પ્રસંગે શ્રી યંત્રની પૂજા, ઓખા હરણનું વાચન તેમજ અન્ય ધાર્મિક વિધિઓ યોજાશે.
ચૈત્રી નવરાત્રિ દરમિયાન શહેરના વિવિધ માતાજીના મંદિરો અને ધાર્મિક સ્થળોએ ભજન, હવન અને અન્ય ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાઈ રહ્યા છે. નવરાત્રિના આ પવિત્ર પર્વને લઈ ભક્તોમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળી રહ્યો છે.
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
