<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણીમાં આર્ય, ઢોલરીયા, જાડેજા, હેરભા, માંકડીયાને મેદાનમાં ઉતારતું ભાજપ

જીલ્લા સંયોજક તરીકે ભૂપતભાઇ બોદર, સહ-સંયોજક પ્રફૂલ ટોળીયા, સભ્‍ય મુકેશ મેર, વિરલ પનારાને મહત્‍વની જવાબદારી સોંપાઇ

રાજકોટ : આગામી સમયમાં સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓ જીલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને ગોંડલ નગરપાલિકાની સામાન્‍ય ચૂંટણીઓને અનુલક્ષીને જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગોંડલ નગરપાલિકાની ચૂંટણીના આયોજન અને વ્‍યવસ્‍થા માટે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્‍યક્ષશ્રી જગદીશ વિશ્વકર્મા, સૌરાષ્‍ટ્ર ઝોન મહામંત્રીશ્રી અનિરૂદ્ધ દવેની સૂચના અનુસાર તેમજ રાજકોટ જીલ્લા ભાજપ પ્રભારીશ્રી ભરત આર્ય, રાજકોટ જીલ્લા ભાજપ અધ્‍યક્ષશ્રી અલ્‍પેશ ઢોલરીયા, રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્‍દ્રસિંહ જાડેજા, હરેશ હેરભા, રવિ માંકડીયા દ્વારા ચર્ચા-વિમર્શ અને વિચારણા કરી રાજકોટ જીલ્લાના એક સંયોજક, એક સહ-સંયોજક અને અન્‍ય બે સભ્‍ય, કુલ ચાર લોકોની ટીમ બનાવવામાં આવી છે.

જેમાં જીલ્લાના કુશળ તેમજ પક્ષની કામગીરીને બહોળો અનુભવ ધરાવતા જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી ભૂપતભાઇ બોદરની સંયોજક તરીકે, સહ-સંયોજક તરીકે જીલ્લા ભાજપ ઉપપ્રમુખશ્રી પ્રફુલ ટોળીયા, અન્‍ય બે સભ્‍યો તરીકે જીલ્લા ભાજપ મંત્રીશ્રી મુકેશ મેર અને પૂર્વ જીલ્લા પંચાયત દંડકશ્રી વિરલ પનારાને જવાબદારી સોંપવામાં આવી હોવાનું રાજકોટ જીલ્લા પ્રેસ મિડિયા ઇન્‍ચાર્જશ્રી રાજેશ ગોંડલીયા, સહ-ઇન્‍ચાર્જશ્રી પ્રકાશ સોલંકી અને  શ્રી કુલદીપસિંહ જાડેજાની યાદીમાં જણાવેલ છે. 

(12:10 PM IST)