<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

ત્રીજુ વિશ્વયુધ્‍ધ નિશ્ચિતિ

ઇરાન-અમેરિકા-ઈઝરાયેલ... ત્રણ દેશો અને...

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. ૧૯: ગઇકાલે અમેરિકા-ઇઝરાયેલ દ્વારા વિશ્વના સૌથી મોટા ગણાતા નેચરલ ગેસ પલાન્‍ટ પર વિસ્‍ફોટ દ્વારા આગ લગાડી દીધેલ હોઇ, ઇરાન દ્વારા આ ક્રિયાની પ્રતિક્રિયા રૂપે જવાબી હૂમલા ઇઝરાયેલ સહિત અરબ દેશો પર હૂમલા પણ શરૂ થઇ ચુકયા છે. અને આ દેશોના ગેસ અને પેટ્રો પ્‍લાન્‍ટ પર જ હૂમલા ઇરાનનું લક્ષ્ય હોઇ, હવે યુધ્‍ધ એ કેટેગરીએ પહોંચ્‍યું છે કે હવે ત્રીજુ વિશ્વયુધ્‍ધ નિヘતિ બની ચુકયુ છે.

આ અગાઉ, આજ માધ્‍યમ દ્વારા તા. ૧૬/૩/ર૬ ના અંકમાં ‘ત્રણ દેશો ત્રીજા વિશ્વયુધ્‍ધનું નીમિત બનશે' શિર્ષક વાળા અહેવાલમાં વિશ્વયુધ્‍ધ થવાની ભીતિ કવેヘન માર્ક સાથે દર્શાવી હતી પણ હવે ઇરાનના નેચરલ ગેસ પ્‍લાન્‍ટ પર ઇઝરાયેલ-અમેરિકાએ જે આગ લગાડવાની શરૂઆત કરી તેને કારણે આ ત્રણ દેશોને કારણે જ ત્રીજા વિશ્વયુધ્‍ધ હવે નિヘતિ બની ચુકયુ છે જો કે વિશ્વયુધ્‍ધનું સ્‍વરૂપ વાસ્‍તવિક બનાવનારા આ ત્રણ દેશો પૈકી અમેરિકા પછી ઇઝરાયેલ મોટા દોષિત દેશો તરીકે ભવિષ્‍યમાં યાદ કરાશે. ઇરાન પણ અમુક અંશે દોષિત ગણાશે.

હવે ગેસ-પેટ્રો પ્‍લાન્‍ટ પર હૂમલાઓનો જે સીલસિલો શરૂ થયો છે તે એટલો ગંભીર સ્‍વરૂપ લેશે કે આવનારા દિવસોમાં ગેસ અને પેટ્રોલિયમની અછત-ભાવ વગેરે અંધાધૂધ વૈશ્વિક સ્‍તરે સર્જશેએ નિヘતિ છે

(12:16 PM IST)