News of Thursday, 19th March 2026
રાણાવાવ પાસે બરડા ડુંગરમાં દારૂની ૨ ભઠ્ઠીઓ ઉપર પોલીસ ત્રાટકીઃ આરોપીઓ ફરાર
દારૂની બંને ભઠ્ઠીઓમાંથી ૨૬૦૦ લીટર તૈયાર આથો તથા ભઠ્ઠીના સાધનો જપ્ત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૯: રાણાવાવ પાસે બરડા ડુંગરમાં દારૂની ૨ ભઠ્ઠીઓમાં પોલીસ ટીમે ત્રાટકીને બંને ભઠ્ઠીઓમાંથી કુલ ૨૬૦૦ લીટર દારૂનો આથો પકડી લીધો હતો. આ ચેકીંગ દરમ્યાન આરોપીઓ હાથ આવ્યા નહોતા.
રાણાવાવ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. આર.વી.મોરી તથા પોલીસ સ્ટાફના બરડા ડુંગર/જંગલ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન રાણાવાવ પો.સ્ટે.ના પો.કોન્સ. સંજય વાલાભાઇ તથા સરમણ દેવાયતભાઇ તથા જયમલ સામતભાઈને મળેલ બાતમી આધારે બરડા ડુંગર પાણીની જરમાં કાના જેશાભાઇ મોરી રહે.ફુલઝરનેશ વાળાની દેશી દારૂની ભઠ્ઠી અને ભીખા માંડાભાઇ મોરી રહે.ફુલજરનેશ વાળાની દેશી દારૂની ભઠ્ઠી મળી આવેલ.
આ દારૂની ભઠ્ઠી ચલાવનાર કાના જેશાભાઈ અને ભીખા માંડાભાઈ મળી આવ્યા નહોતા.
આ દારૂ દરોડાની કામગીરી રાણાવાવ પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી એન.એન.તળાવીયા સાહેબ તથા પો.સબ.ઇન્સ. શ્રી આર.વી. મોરી તથા પો.હેડ.કોન્સ. બી.જે.દાસા, તથા પો.કોન્સ. સંજય વાલાભાઇ, સરમણ દેવાયતભાઇ, જયમલ સામતભાઇ, કળણાલસિંહ પ્રવિણસિંહ દ્રારા કરવામાં આવેલ હતી.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
