News of Thursday, 19th March 2026
પોરબંદરની ચોપાટીમાં શુધ્ધ પ્રાકૃતિક ખાદ્ય વસ્તુઓનો ખજાનો : ર દિવસીય મિલેટ મહોત્સવ
મિલેટસના સ્વાસ્થ્યવર્ધક ફાયદા અંગે જનજાગૃતી અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને સીધા બજારનો લાભ : કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી અર્જુનભાઇ મોઢવાડીયા ઉપસ્થિત રહેશે

પોરબંદર, તા.,૧૯: આગામી તા.૨૧ અને ૨૨ માર્ચ, ૨૦૨૬ ના રોજ ચોપાટી ગ્રાઉન્ડ પોરબંદર ખાતે ભવ્ય ‘મિલેટ મહોત્સવ' નું આયોજન કરવામાં આવ્યું છે.
આ મિલેટ મહોત્સવ કાર્યક્રમ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી એચ. એ ત્રિવેદીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે આ મહોત્સવ શહેરીજનો અને ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો માટે એક સુવર્ણ તક બની રહેશે. આ કાર્યક્રમ કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા અધ્યક્ષ સ્થાને તા.૨૧ માર્ચના ૧૦ કલાકે ઉદઘાટન સમારોહ યોજાશે.જેમાં મિલેટ્સ (જાડા ધાન)ના મહત્વ અને પ્રાકળતિક ખેતીને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવશે.
આ બે દિવસીય મહોત્સવમાં સવારના સત્રમાં ‘રેડી ટુ લાઈવ' અંતર્ગત પ્રાકળતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા ઉત્પાદિત શુદ્ધ પાકોનું વેચાણ અને મિલેટ્સમાંથી બનેલી વિવિધ વાનગીઓના વેચાણ માટેના સ્ટોલ્સ ઊભા કરવામાં આવશે. આ ઉપરાંત, સાંજ દરમિયાન વિવિધ સાંસ્કળતિક કાર્યક્રમોનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
જિલ્લા ખેતીવાડી અધિકારી એચ.જે.ત્રિવેદીએ ઉમેર્યું હતું કે, આ આયોજનનો મુખ્ય હેતુ મિલેટ્સના સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ વિશે જનજાગળતિ લાવવાનો અને પ્રાકળતિક ખેતી કરતા ખેડૂતોને સીધું બજાર પૂરું પાડવાનો છે. તેમણે તમામ શહેરીજનો, ખેડૂત મિત્રો નાગરિકો અને પ્રાકળતિક ખેતી કરતાં લોકો સાથે જોડાયેલા મહોત્સવમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી તેનો લાભ લેવા માટે આમંત્રણ એક યાદીમાં પાઠવ્યું છે.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
