News of Thursday, 19th March 2026
બોટાદના અનેક વિસ્તારમાં મીની વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ
પાળીયાદ રોડ, ગઢડા રોડ, ટાવર રોડ, ભાવનગર રોડ સહિતના વિસ્તારમાં ભારે પવનના કારણે ધૂળની ડમરી ઉડી : ઘઉં, ચણા, જીરું સહિતના પાકોમાં અતિ ભારે પવન અને કમોસમી માવઠાથી ખેડૂતોમાં નુકસાનને લઈ ચિંતા.

બોટાદ શહેરના અનેક વિસ્તારમાં મીની વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. હવામાન ખાતાની આગાહી મુજબ સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો છે.. ભારે પવન સાથે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા કમોસમી વરસાદની આગાહી વચ્ચે પવન શરૂ થતાં ખેડૂતોની ચિંતા વધી છે
બોટાદ શહેરના પાળીયાદ રોડ, ગઢડા રોડ, ટાવર રોડ, ભાવનગર રોડ સહિતના વિસ્તારમાં ભારે પવનના કારણે ધૂળની ડમરી ઉડી હતી. બોટાદ જિલ્લા પંથકમાં કમોસમી માવઠું ભારે પવન સાથે વરસાદ પણ વરસ્યો છે. મીની વાવાઝોડા જેવી સ્થિતિ સાથે હાલ ભારે પવન સાથે વરસાદ વરસવાનો શરૂ થયો છે . વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે બોટાદ શહેરમાં વરસાદ. જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે . જિલ્લામાં ઘઉં, ચણા, જીરું સહિતના પાકોમાં અતિ ભારે પવન અને કમોસમી માવઠાથી ખેડૂતોમાં નુકસાનને લઈ ચિંતા પ્રસરી છે
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
