News of Thursday, 19th March 2026
જામનગરના કાલાવડમાં ભારે વરસાદ: એક કલાકમાં એક ઈંચ ખાબક્યો: બાલંભડી ગામે કરા સાથે ભારે વરસાદ વરસ્યો
ઘઉં , ચણા , જીરું , લસણ , ડુંગળી , ક્લેન્ઝી , મેથી સહિતના પાકોમાં નુકસાન થવાની ભીતિ

જામનગરના કાલાવડ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસ્યો. કાલાવડ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં, બાલંભડી, માછરડા , ગુંદા, ખંઢેરા, શિશાંગ , ફગાસ , જસાપર, મોટા વડાલા, નિકાવા, આણંદપર સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો છે.
કાલાવડ તાલુકામા કમોસમી વરસાદ પડતા ધરતીપુત્રો થયા ચિંતિત. બાલંભડી ગામે કરા સાથે ભારે વરસાદ પડ્યો. ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડી. વાવાઝોડા જેવો માહોલ સર્જાયો. ખેડૂતોના ખેતરોમાં ઊભો પાક ઘઉં , ચણા , જીરું , લસણ , ડુંગળી , ક્લેન્ઝી , મેથી સહિતના પાકોમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. એક કલાકમાં એક ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
(7:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
