News of Friday, 20th March 2026
ગોંડલમાં મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાયોઃ હાઇવે ઉપર હોર્ડીંગ્સ ઉડયાઃ યાર્ડમાં મંડપો ધરાશાયી બસ સ્ટેશનમાં સર્વિસ સ્ટેશન ઉપર ઝાડ પાડયુ

ગોંડલ :.. ગોંડલમાં ગઇકાલે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા પવનના સુસવાડા ફૂંકાતા ‘મીની વાવાઝોડા' જેવો માહોલ સર્જાયો હતો. ગોંડલ પંથકમાં માવઠાની ભારે અસર અને કમોસમી વરસાદથી ગોંડલ નવા યાર્ડમાં પાકને નુકસાન અને મરચા ના લે-વેચ કરનારના મંડપો ધરાશાયી થયા હતાં. ભર ઉનાળે મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાતા પવનના સુસવાટા અને કડાકાભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. ગોંડલ - રાજકોટ હાઇવે પર ભારે પવન સાથે વરસાદ - અંધારપટ છવાયો હોય તેમ વાહનોએ હેડલાઇટ ચાલુ કરવી પડી હતી. જયારે હોર્ડિગ્સ પણ હાઇવે પર ઉડયા હતાં. ગોંડલ શહેરમાં પવન ફુંકાતા બસ સ્ટેન્ડના વર્કશોપના સર્વિસ સ્ટેશન પર વૃક્ષ ધરાશાયી થયેલ હતું. (તસ્વીર-અહેવાલ : ભાવેશ ભોજાણી -ગોંડલ)
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
