<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

માવઠાના મારથી સોરાષ્‍ટ્ર-કચ્‍છમાં પાકને ભારે નુકશાન

રાજકોટ, દેવભુમી દ્વારકા, જામનગર, સુરેન્‍દ્રનગર, અમરેલી, બોટાદ, કચ્‍છમાં ઘઉં, જીરૂ, કેરી સહિતના પાકમાં નુકશાન થતા ખેડૂતો હેરાન

પ્રથમ અને બીજી તસ્‍વીરમાં બગસરા અને ત્રીજી તસ્‍વીરમાં જામજોધપુરમાં વરસેલ વરસાદ નજરે પડે છે. (તસ્‍વીરઃ સમીર વિરાણી (બગસરા), ઝીલ વ્‍યાસ (જામજોધપુર)

રાજકોટ તા.૨૦: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગઇકાલે તૂટી પડેલા કમોસમી વરસાદે કહેર મચાવતા ઘઉં, જીરૂ, કેરી સહિતના પાકને ભારે નુકશાન થતા ખેડૂતોની સ્‍થિતી કફોડી બની ગઇ છે.

કાલે સાંજથી રાજકોટ, જામનગર, અમરેલી, બોટાદ, જુનાગઢ, કચ્‍છ, દેવભુમી દ્વારકા સહિતના જીલ્લામાં ચોમાસાની જેમ મેઘરાજા તૂટી પડયા હતા અને મીની વાવાઝોડુ ફુંકાયુ હતુ. જેના કારણે વૃક્ષો, વિજ થાંભલા, હોર્ડિંગ્‍સ તૂટી પડયા હતા.

ગોંડલ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલઃ ગોંડલમાં બપોર બાદ હવામાન પલટાયું હતુ.અને વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ વરસતા લોકો ઘર મા પુરાયા હતા.ભારે તેજ પવન અને વરસાદ ને પગલે રાજમાર્ગો સુમસામ બન્‍યા હતાં.

વાવાઝોડા ને કારણે શહેર માં અનેક વળક્ષો ધરાશઇ થયા હતા. મોટા હોર્ડીૅગનાં લીરા ઉડ્‍યા હતા.કોલેજચોક માં મધુરમ પાન ઉપર આવેલુ હોર્ડીૅગ ધરાશઇ થયુ હતુ. પતરા કાગળની માફક ઉડયા હતા.બસસ્‍ટેન્‍ડમાં આવેલ તોતિંગ વળક્ષ ધરાશઇ થતા સર્વિસ સ્‍ટેશન તથા ઓરડી સહિત નો ભાગ તુટી પડ્‍યો હતો.

ગોંડલનાં ડૈયા, શિવરાજગઢ, મોવિયા સહિત નાં ગ્રામ્‍ય વિસ્‍તાર માં ભારે પવન સાથે વરસાદ પડ્‍યો છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૨૦.૫, મહતમ તાપમાન ૩૧, ભેજનું પ્રમાણ ૮૭%, પવનની ગતિ ૬.૭ કિ.મી. રહી છે.

દ્વારકા

(વિનુભાઈ સામાણી દ્વારા)દ્વારકાઃ દેવભૂમિ દ્વારકામાં વાતાવરણમાં પલ્‍ટો આવ્‍યો હતો અને ઠંડા પવન ગાજવીજ સાથે કમોસમી વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આખો દિવસ ધોમધખતા તાપ વચ્‍ચે અચાનક વાદળા છવાઈ ગયા હતા અને ચોમાસા જેવું વાતાવરણ છવાઈ જતા વરસાદ શરૂ થયો હતો.

હળવદ

(દિપક જાની દ્વારા) હળવદઃ હળવદ શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ગુરૂવારે મોડી સાંજે ભારે પવન સાથે વરસાદ પડયો હતો. જેનાથી ખેડુતો અને મીઠાના અગરોમાં નુકશાનીના ખબર છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા)  ભાવનગરઃ ગઈકાલે સાંજે તળાજા શહેર અને સમગ્ર તાલુકામા માવઠા- વાવાઝોડાની અસર શરૂ થઈ હતી.ભારે પવન ના પગલે તળાજા ની બજાર હોય કે ગામડાઓના રસ્‍તા પર વંટોળીયાઓ ઉઠ્‍યા હતા.આકાશ ધૂળ થી છવાયેલ જોવા મળ્‍યું હતું.

સરકાર દ્વારા ‘‘આત્‍મનિર્ભર''ની વાતો વચ્‍ચે વિજતંત્રને ભારે પવન ને લઈ વીજ પુરવઠો બંધ કરવાની ફરજ પડીહતી.શાક માર્કેટ મા બાંધવામાં આવેલ પડદા અને પતરા ઉડીને જાનહાનિ સર્જશે તેવો માહોલ ઉભો થયોહતો.સાંજનો સમય હોય વેપારીથી લઈ દરેક વર્ગ ગભરાટ ની સાથે નિયત સ્‍થળે પહોંચવા ઘાંઘો બન્‍યો હતો. જેને લઈ ખાસ કરીને બાઇક ચાલકો સ્‍પીડ મા અકસ્‍માત સર્જાય તે રીતે બાઇક ચલાવતા જોવા મળ્‍યા હતા. ભારે પવન,વરસાદ સાથે વીજળી સાથેના કડાકા થવા લાગતા વાતાવરણ બિહામણું થયું હતું.

યાર્ડના પૂર્વ પ્રમુખ હરિભાઈ ઇટાલિયાએ જણાવ્‍યું હતુ કે અલંગ મણાર સોસિયા વિસ્‍તારમાં વધુ અસર દેખાય છે.જેને પગલે ખાસ કરીને આંબા,કેળ ચીકુ જેવા બાગાયતી પાક સાથે હાલ અનેક ખેતર મા ઘઉં ચણા અને બાજરો હોય તેને વ્‍યાપક નુકસાન છે.તળાજા ના અર્થતંત્ર ખાસ કરીને ખેડૂતો ને કરોડો રૂપિયા ની નુકશાની જાણકારો દર્શાવી રહ્યા છે.

ભારે પવનના કારણે કાચીકેરી (ખાખટી)મોટા પ્રમાણ મા ખરી હોય ઇજારદારોને નુકસાન છે તો બીજી તરફ બજારમાં મોટા પ્રમાણમાં ખાખટી સસ્‍તી જોવા મળશે.

જામજોધપુર

(ઝીલ વ્‍યાસ દ્વારા) જામજોધપુરઃ શહેર તેમજ તાલુકામાં મોટી ગોપ, સમાણા, ધ્રાફા, ધુનડા, જીણા વારી રબારીકા સહિતના વિસ્‍તારમાં ગઇકાલે ૩ થી ૪ વાગ્‍યા દરમ્‍યાન ભારે પવન કરા સાથે વરસાદ પડતા ઘંઉ, ચણા, જીરૂ, ધાણા સહિતના પાકોને નુકશાન થયેલ છે.

બગસરા

(સમીર વિરાણી દ્વારા) બગસરાઃ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી સાચી ઠરતા અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્‍યો હતો અને કમોસમી વરસાદ ખાબકયો હતો. સમગ્ર પંથકમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્‍યું હતું જે બાદ પવન અને કરા સાથે સતત બીજા દિવસે ૪૫ મિમિ જેટલો વરસાદ તૂટી પડ્‍યો હતો. આ કમોસમી માવઠાને કારણે બગસરા શહેરના મુખ્‍ય રસ્‍તાઓ પર પાણી ફરી વળ્‍યા હતા અને શહેરના જેતપુર રોડ ઉપર વળક્ષો પણ ધારાશયી થયાં હતા પરંતુ રસ્‍તો બંધ થયો ના હતો.જેના લીધે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. માત્ર શહેરમાં જ નહીં પરંતુ આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ વરસાદના વાવડ મળતા ખેતીકામમાં રોકાયેલા લોકો મુશ્‍કેલીમાં મુકાયા હતા. ખાસ કરીને ખેતરોમાં તૈયાર થયેલા ઘઉં જેવા શિયાળુ પાકોને આ વરસાદથી ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોએ રાત-દિવસ મહેનત કરીને પકવેલો પાક લણણી સમયે જ પલળી જતાં ખેડૂતોને આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્‍યો છે.(

(10:54 AM IST)