હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વાવાઝોડા બાદ નુકશાન થતા વઢવાણ યાર્ડમાં તુવેરની ખરીદી બંધ
વઢવાણ તાલુકાના ખેડૂતોને ભારે પવનના કારણે વરીયાળી તૂટી ગઈ ચણાના પાથરા ઉડી ગયા અને પોપટા પણ ખરી જતા નુકસાનઃ ખેડૂતોને વ્યાપક અસર

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૨૦: સુરેન્દ્રનગર જિલ્લામાં ગત મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે ખાસ કરીને ભારે પવન ફૂંકાવા પામ્યો છે જેને લઇને વ્યાપક નુકસાન સર્જાયું છે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં સૌથી વધુ નુકસાન હોવાનું હાલ સામે આવ્યું છે ખાસ કરીને વઢવાણ તાલુકાના ખેડૂતો દ્વારા જીરું વરિયાળી ઘઉં ચણા જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને હવે પાક તૈયાર થઈ ગયો છે અને ખેડૂતોના ખેતરમાં પડ્યો છે ત્યારે તૈયાર પાક ઉપર જ પાણી ફરી વળ્યું હોય તે પ્રકારનો ઘાટ હાલ સર્જાયો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં ભારે પવન સાથે વરસાદના કારણે વરીયાળી તૂટી ગઈ છે ઘઉં ને પણ નુકસાન છે ત્યારે બીજી તરફ ચણાના જે પાથરા હતા તે ભારે પવનના કારણે ઉડી ગયા છે અને ચણાના પોપટા પણ ખરી ગયા છે જેને લઇને મોઢામાં આવેલો કોળીયો છીનવાઈ ગયો હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં તૈયાર થઈ ગયેલો પાક લણી અને મૂકવામાં આવ્યો હતો પરંતુ ભારે પવન સાથે માવઠાના કારણે નુકસાન પહોંચ્યું છે જેને લઇને જગતનો તાત ફરી ચિંતામાં મુકાયો છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
