હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગોહિલવાડમાં મિની વાવાઝોડું: પાલીતાણામાં વૃક્ષની ડાળી પડતા એકનું મોતઃ ભાવનગર શહેરમાં તોફાની પવનથી વૃક્ષો ધરાશાયી, દુકાનોના છાપ.રા ઉડ્યાઃ ૩૨૩ ગામોમાં વીજળી ગૂમ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૦: ભાવનગર શહેર સહિત સમગ્ર જિલ્લાના ગઈકાલે સાંજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. સાંજના ૬ વાગ્યા બાદ ધૂળની તોફાની ડમરીઓ અને તેજ ગતિએ ફૂંકાયેલા પવન સાથે મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાતા નાસભાગ મચી ગઈ હતી. તોફાની પવનના કારણે અનેક સ્થળોએ મહાકાય વળક્ષો ધરાશાયી થયા હતા અને અનેક વાહનો રસ્તા પર ગબડી પડ્યા હોવાના કિસ્સા પણ નોંધાયા છે.
ભારે નુકસાન અને અકસ્માતની ઘટનાઓ
શહેરમાં ફૂંકાયેલા પ્રચંડ પવનને કારણે કેટલીક દુકાનોના છાપરા અને મકાનો પર ફિટ કરેલી સોલાર પેનલો હવામાં ફંગોળાઈને નીચે પડી હતી, જેનાથી મોટું આર્થિક નુકસાન થયું છે. ધૂળની ડમરીઓને કારણે વિઝિબિલિટી ઘટતા હાઈવે પર વાહનોની ગતિ થંભી ગઈ હતી અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અનેક વિસ્તારોમાં વીજ લાઈનો પર વળક્ષો પડવાથી વીજ પુરવઠો પણ કલાકો સુધી ખોરવાઈ ગયો હતો.
કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
પવન બાદ શરૂ થયેલા કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાક જેવા કે ઘઉં, એરંડા અને ખાસ કરીને કેરીના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. બીજી તરફ, ખરાબ હવામાનને જોતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે. પાલીતાણામાં પણ ગઈકાલે સાંજે વાવાઝોડું ફૂંકાયું હતું. પાલીતાણા ના તળેટી રોડ વિસ્તાર માં મનશાંતિ ભવન પાસે આવેલ મોટી જાડી ડાળી પરપ્રાંતિય મજુર યોગી પ્રધાન ઉપર પડતા ગંભીર ઈજા થતા તેનું મોત નિપજ્યું હતું.
ભાવનગર શહેર અને જિલ્લામાં ફુંકાયેલા વાવાઝોડા ને કારણે શહેરના બાર સહિત જિલ્લાના ૪૧૬ ફીડરોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. ભાવનગર શહેરમાં અડધો ઇંચ અને જિલ્લા ના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ પડતા વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
