<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

આજે વિશ્વ ચકલી દિવસઃ સોમનાથના દેદામાં વેપારીનો અદભૂત પક્ષી પ્રેમ

પ્રકાશભાઇ વાજાની દુકાનમાં ચકલી માટે ૭૦ જેટલા માળાઃ ચણ, પાણીની ભરપુર વ્‍યવસ્‍થા

(મિનાક્ષી ભાસકર વૈદ દ્વારા) પ્રભાસપાટણ, તા.૨૦: પ્રભાસ પાટણ ગીર સોમનાથ ના વેરાવળ તાલુકાના દેદા ગામે પાન કરિયાણાની દુકાન પરિશ્રમ પાન સેન્‍ટર ધરાવતા અશ્વિનભાઈ બારડ નો અનોખો ચકલી પ્રમ ધરાવે છે પોતાની પાન કોલ્‍ડ્રીંક ગોળી બિસ્‍કીટ અને કરિયાણાની દુકાનમાં ના છાપરા માં ખાસ હુંક લગાવી ૭૦ જેટલા ચકલીના માળાઓ ટીગાડેલા છે

આ માળાની પાસે થોડા થોડા અંતરે ચકલીને જાણવા માટે પ્‍લાસ્‍ટિકની ૨૦ તેમજ પાણી પીવા માટે માટીની નાની કુંડી પણ લગાડેલ છે જાણે એમ જ સમજી લ્‍યો કે ચકલીઓની કોલોની કે સોસાયટી છે તેઓ છેલ્લા ૨૨ વર્ષથી આ પક્ષી હેત જાળવી રહ્યા છે ડીશમાં મગ દાળ -ચણા -જુવાર -બાજરો મૂકવામાં આવે છે અને એ ડીસો દર અઠવાડિયે સાફ કરવામાં આવે છે તેના પાનના થડામાં ના પાણીમાં ચકલીઓ મોજમાં આવે ત્‍યારે ડૂબકી લગાવી છબ છબીયા કરે છે તેને ખભે પણ બેસે છે દરરોજ સવારે છ વાગ્‍યે ચકલીઓનો સમૂહ કલબલ કલબલ કરતો આસપાસના ખેતરોમાં ઉડી જાય છે અને સાંજે બધાએ દુકાનમાં ના પોતાના ઘેરે પાછા ફરે છે.

પ્રભાસ પાટણ બાયપાસ પાસે આવેલ હનુમાન કાદી ખાતે મારુતિ ઙ્કોવિઝન સ્‍ટોર ધરાવતા પ્રકાશ ગોવિંદભાઈ વાજા પણ એવા જ ચકલીઙ્ઘિય છે તેની દુકાનની છતમાં ૧૫ થી ૧૭ જેટલા ચકલીના માળાઓ આવેલા છે જેને ચણા -સેવ- ચોખા- બાજરો પીવાના પાણી વાટકી રાખે છે પ્રકાશભાઈ ના મતે ચકલીઓને કારણે અમારી દુકાનનું આંગણું કલબલતું રહે છે.

અશ્વિનભાઈ ની દુકાન હોય કે પ્રકાશભાઈ વાજાની દુકાન પુઠા ના માળામાં ચકલીઓ ઊડી ઊડી સુતળીના કટકા . તણખલા. ચીથરા એવી રીતે ગોઠવે કે બેઠક ઉઠકની વ્‍યવસ્‍થા સાથે એન્‍જિનિયર જેવી કાબેલિયત નાના બચ્‍ચાઓ હોય ત્‍યારે દૂર દૂરથી તેની માતા ૦ થી ટીપુ ટીપુ પાણી અને દાણા ખવડાવતી હોય ત્‍યારે અદભુત દ્રશ્‍યો સર્જાય છે

(11:37 AM IST)