<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

બગસરામા બહુચર માતાજી મંદિરે બુધવારે પાટોત્સવ : નવચંડી યજ્ઞ

મહોત્સવ પૂર્વે તા.૨૪ ને મંગળવારે રાત્રે ૧૦ વાગ્યે માતાજી સન્મુખ આનંદના ગરબાનું ગાયન થશે

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૦ : અમરેલી જિલ્લાના બગસરા ખાતે દલાલ ચોકમાં આવેલ બહુચર માતાજી મંદિરે તા.૨૫ માર્ચના બુધવારે ૨૨મો પાટોત્સવ, નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

મહોત્સવ પૂર્વે તા.૨૪ ને મંગળવારે રાત્રે ૧૦ વાગ્યે માતાજી સન્મુખ આનંદના ગરબાનું ગાયન થશે.

      બુધવારે સવારે ૬ વાગ્યે દેહ પ્રાયશ્ચિત, ૮ વાગે ગૃહ શાંતિ, ૯ વાગ્યે ચંડીપાઠનુ હોમાત્મક, બપોરે ૧૨:૩૦ વાગ્યે યજ્ઞ પૂર્ણાહુતિ ત્યારબાદ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.પ્રવીણભાઈ અમૃતલાલ પારેખના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા તડામાર તૈયારીઓ હાથ ધરાઈ છે.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)

(2:22 PM IST)