હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કચ્છના સરહદી વિસ્તારમાંથી બે કાશ્મીરી નાગરિકો ઝડપાયા : પોલીસ તથા સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ
ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા કચ્છ જિલ્લાના જાહેર કરેલ નોટીફાઇડ એરિયામાં પરવાનગી વિના પ્રવેશ કરનાર વિરેધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી એસ.ઓ.જી., પશ્ચિમ કચ્છ- ભુજ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૦ : કચ્છ જિલ્લો દરિયાઈ અને જમીની રીતે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો હોય જેથી દેશની આંતરિક સુરક્ષા માટે વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે. જેની ગંભીરતાને ધ્યાને લઇ ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ભારતીય રાજ્યપત્ર પ્રસિધ્ધ કરી કચ્છ જિલ્લાના અમુક વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર (નોટીફાઇડ એરીયા) તરીકે જાહેર કરવામાં આવેલ છે. તેમજ આવા નોટીફાઇડ એરિયામાં જતાં પહેલાં અધિકૃત અધિકારીની પરવાનગી મેળવવી જરૂરી છે.
કચ્છ જિલ્લામાં થયેલ ઓપિયોનિક વિકાસ અને પર્યટન વિકાસના કારણે પરપ્રાંતિય ઇસમોની અવરજવર તથા સ્થાયી વસવાટ વ્યવવા પામેલ છે. બાબતને ધ્યાને લઇ ચિરાગ કારડીયા, પોલીસ મહાનિરીક્ષક, સરહદ રેન્જ, ભુજ તથા વિકાસ સુડા , પોલીસ અધિક્ષક, પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્વારા સદર નોટીફિકેશની ચુસ્તપણે અમલવારી કરાવવા અને નોટીફિકેશનનો ભંગ કરનાર ઇસમો વિરેધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય અન્વયે એસ.ઓ.જી.ના અધિકારીઓ અને કર્મચારીઓ કાર્યરત હતા.
દરમ્યાન આજરોજ કાશ્મીરી નાગરિકો લખપત તાલુકાના સાંગણગુના ગામમાંથી ઓડીવાંઠ જતા રસ્તે હોવાની હકિકત આધારે ઘડાણી ગામેથી કાશ્મીરી જેવા લાગતાં ઇસમો મળી આવતા તેઓનું ઇન્ટેરોગેશન કરી પુછપરછ કરતા નરા ગામની આજુબાજુ સાંગણગુના તથા ઓડીવાંઠ ગામ તરફ ગયેલ હોવાની હકિકત જણાવેલ. જેથી મજકુર ઇસમો (૧) જાવેદઇકબાલ અબ્દુલમજીદ રેસી, ઉવ. ૨૮ તથા (૨) તારીક હુસેન હસનદીન રેસી, ઉવ. ૨૨, રહે. બંને ગામ. અતોલી, તા. મંડી, જી. પુંછ, રાજ્ય. જમ્મુ અને કાશ્મીર વાળાઓએ કચ્છ જિલ્લાના નરા પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં કોઇપણ અધિકૃત અધિકારીની પરવાનગી વિના ગયેલ હોય જણાવેલ. જેથી મજકુર ઇસમોએ ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ભારતીય રાજ્યપત્રથી પ્રતિબંધિત જાહેર કરેલ કચ્છ જિલ્લાના અમુક વિસ્તારો પૈકી નરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સાંગણગુના વિસ્તારમાં કોઇપણ અધિકૃત અધિકારીની પરવાનગી વિના પ્રવેશ કરી કાયદેસરના નોટીફિકેશનનો ભંગ કરેલ હોય જેથી બંને ઇસમો વિરેધ્ધ નરા પો.સ્ટે.માં ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ એસ.ઓ.જી.ના પો.સ.આઈ.શ્રી આર.એલ. ચૌધરીઓ ચલાવી રહેલ છે.
આરોપીની વિગત (૧) જાવેદઇકબાલ અબ્દુલમજીદ રેસી, ઉવ. ૨૮ તથા (૨) તારીક હુસેન હસનદીન રેસી, ઉવ. ૨૨, રહે. બંને ગામ. અતોલી, તા. મંડી, જી. પુંછ, રાજ્ય. જમ્મુ અને કાશ્મીરની ધરપકડ કરી છે.
આ કામગીરી એસ.ઓ.જી., ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર, એ.ડી. પરમાર તથા પો.સબ.ઇન્સ. આર.એલ. ચૌધરી, એ.એસ.આઈ. રાજકભાઇ સોતા, માણેકભાઇ ગઢવીનાઓ દ્વારા સદર કાર્યવાહી કરવામાં આવેલ છે.
કચ્છ જિલ્લાની જનતાને પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા ખાસ અપીલ કરવામાં આવે છે કે, આપની આસપાસ અથવા સરહદી વિસ્તારમાં કોઇ શંકાસ્પદ ઇસમો જોવામાં તો તાત્કાલિક એસ.ઓ.જી., ભુજના મો.નં. ૧૩૨૫૩૩-૧૫૯૦૧ પર વોટસએપ મેસેજ અથવા કોલ કરીને અથવા સ્થાનિક પોલીસને જાણ કરવી. તેમજ માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
