તા. ૧૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૦ રવિવાર
News of Friday, 20th March 2026
ધોરાજીમાં વિશ્ર્વ ચકલી દિવસ નિમિત્તે યુથ હોસ્ટેલ્સ યુનીટ દ્વારા ચકલી માળા વિતરણ કરાયા
જનતા ગાર્ડન ખાતે સવારે યુથ હોસ્ટેલ્સ યોગનાના કાર્યકરો દ્વારા લોકોને ચકલીના માળાનું વિતરણ કરાયું :મોટી સંખ્યામાં શહેરીજનોએ આ કાર્યક્રમનો લાભ લીધો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજીમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે યુથ હોસ્ટેલ્સ યુનીટ દાવરા ચકલી માળા વિતરણ કરાયા હતા
20 માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે યુથ હોસ્ટેલ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા ધોરાજી યુનિટ દ્વારા ધોરાજી ખાતે ચકલીના માળાનુ વિતરણ કરાયું હતું
ધોરાજી શહેરમાં આવેલ જનતા ગાર્ડન ખાતે સવારે યુથ હોસ્ટેલ્સ યોગનાના કાર્યકરો દ્વારા લોકોને ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શહેરીજનોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા ધોરાજી યુનિટના વિનુભાઈ ઉકાણી, રાજુભાઈ યાદવ જગદીશભાઈ ગામોટ ગોપાલભાઈ અમીન, હરેશભાઈ ત્રિવેદી મિલનભાઈ તારપરા ,કુલદીપભાઈ, કાતરીયા વિજયભાઈ કોયાણી, વગેરે ઉત્સાહભેર જહેમત ઉઠાવી હતી( તસવીર:કિશોરભાઈ રાઠોડ)
(6:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
