હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ધોરાજી પંથકમાં કમોસમી વરસાદ વાવાઝોડાથી થયેલ નૂકશાનની સહાય આપવા ધોરાજી તાલુકા પંચાયતનાં ઉપ પ્રમૂખ સહિતના અગણીઓએ નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
ખેડૂતોના ઉભા પાકો જેવા કે ચણા,ઘઉં,તુવેર, ધાણા, જીરુ તથા પશુ માટેનો ચારો સંપૂર્ણ પલળી ગયો:સર્વે કરાવી નુકશાની સહાય ચૂકવવા વળતરની માગણી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી : ધોરાજી પંથકમાં કમોસમી વરસાદ વાવાઝોડા થી થયેલ નૂકશાનની સહાય આપવા ધોરાજી તાલુકા પંચાયતનાં ઉપ પ્રમૂખ સહિતના અગણીઓએ નાયબ કલેકટર ને આવેદનપત્ર પાઠવ્યું હતું
ધોરાજી પંથકમાં કમોસમી વરસાદ વાવાઝોડા થી થયેલ નૂકશાન ની સહાય આપવા ધોરાજી તાલુકા પંચાયત નાં ઉપ પ્રમૂખ રામભાઈ હેરભા સહિતના અગણીઓએ નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવી હતું
ધોરાજી તાલુકા પંચાયતનાં ઉપ પ્રમૂખ રામભાઈ હેરભાએ જણાવેલ કે તારીખ 19 ને ગુરુવારના રોજ ધોરાજી તાલુકાના દરેક ગામડાઓમાં થયેલ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને વિવિધ પાકોમાં થયેલ નુકસાનીનો તાત્કાલિક સર્વે કરાવવા માટે ધોરાજી પ્રાંત કચેરીમાં ડેપ્યુટી કલેકટરને આવેદન પત્ર રાજકોટ જિલ્લા ભાજપ કિસાન મોરચા પ્રમુખ મયુરભાઈ શિંગાળા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ રામભાઈ હેરભા, તાલુકા પંચાયત ચેરમેન ભરતભાઈ મેર, તાલુકા મહામંત્રી રાજુભાઈ પિઠીયા, કલાણા સરપંચ અશ્વિનભાઈ સેરઠીયા, નાનીમારડ સરપંચ ક્રિપાલસિંહ, તથા ધોરાજી તાલુકા ભાજપ આગેવાનો સાથે ધોરાજી નાયબ કલેકટરને લેખીત આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવાયું છે કે ધોરાજીતાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં તા૧૯/૦૩/૨૦૨૬
ના રોજ અંદાજીત ૧.૫ ઇંચ જેટલો ભારે પવન સાથે વરસાદ પડેલ હતો.જેમા ખેડૂતોના ઉભા પાકો જેવા કે ચણા,ઘઉં,તુવેર, ધાણા, જીરુ તથા પશુ માટેનો ચારો સંપૂર્ણ પલળી ગયેલ હોવાથી વગેરેને મોટા પાયે નુકશાન થયેલ છે. જેથી નુકશાનીના પ્રમાણમાં સર્વે કરાવી નુકશાની સહાય ચૂકવવા વળતરની માગણી કરાઈ છે કમોસમી વરસાદ વાવાઝોડા માં નૂકશાન વળતર સહાય ખેડૂતો, પશૂપાલકોને સહાય ચૂકવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે આ તકે ધોરાજી તાલુકાના ભાજપના અગ્રણીઓ, ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા (તસવીર કિશોરભાઈ રાઠોડ)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
