News of Friday, 20th March 2026
જામનગરમાં ખોડિયારનગર વેલનાથ મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્શો ઝડપાયા : રોકડ સહીત 6,27 લાખથી વધુનો મુદામાલ જપ્ત :જુઓ વિડીયો
બાતમીના આધારે ગોકુલનગર પાછળ ખોડિયારનગર વેલનાથ મંદિર પાસેથી જાહેરમાં જુગાર રમતાં એલસીબીએ ઝડપી પાડ્યા : નાસી ગયેલ અન્ય ચારને પકડવા કાર્યવાહી

જામનગર :નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ નિર્લિપ્ત રાય (IPS) નાઓએ પ્રોહીબીશન તથા જુગાર ધારા હેઠળના કેસો શોધી કાઢવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ વડા ડો. રવિ મોહન સૈની (IPS) નાઓએ નાઓએ જામનગર જીલ્લા માથી દારૂ જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા દારૂ તથા જુગારના કેસો શોધી કાઢવા અંગે સુચના કરેલ હોય, જેથી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. વી.એમ.લગારીયાનાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.સ.ઇ.સી.એમ.કાંટેલીયા તથા પો.સ.ઇ.એમ.વી.ભાટીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા.
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના અરજણભાઇ કોડીયાતર તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા કિશોરભાઇ પરમારને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર શહેરમા ગોકુલનગર પાછળ ખોડીયારનગર વેલનાથ મંદિર પાસે જાહેરમાં અમુક માણસો ગોળ કુંડાળુ વળી ગંજીપતાના પાના વડે માંગપાનુ નામનો પૈસાની હારજીતનો જુગાર રમતા રેઇડ દરમ્યાન રોકડા રૂ.પર,૫૦૦/-તથા ગંજીપતાના પાના નંગ-પર કિ.રૂ.૦૦/00 તથા ૯ મો.સા.કિ.રૂ.૫,૫૦,૦૦૦/-તથા મોબાઇલ ફોન-૫ કિ.રૂ.૨૫,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૬.૨૭.૫૦૦/-ના મુદામાલ સાથે મળી આવતા પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ પો. હેડ કોન્સ. મયુદિનભાઇ સૈયદ એ ફરીયાદ રીપોર્ટ આપતા એ.એસ.આઇ. ભરતભાઇ ડાંગરએ જુગારધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. નાશી જનાર અજાણ્યા ચાર માણસોને પકડવાની કાર્યવાહી ચાલુ છે
પકડાયેલ આરોપી : (૧) રમેશભાઇ રવજીભાઇ પરમાર જાતે સતવારા(ઉ,વ, ૪૪) ધંધો કડીયાકામ (રહે.ગોકુલનગર મથુરા સોસાયટી શેરી -નં-૧૫ રાધે કૃષ્નાના મંદિર સામે જામનગર (૨) ભરત પાલાભાઇ અસ્વાર જાતે બ્રામણ ( ઉ.વ.૩૯ )ધંધો મજુરી (રહે.ગોકુલનગર પ્રજાપતી સોસાયટી હનુમાજીના મંદિર પાસે જામનગર)(૩) સુખાભાઇ પરસોતમભાઇ ડાભી જાતે કોળી(ઉ.વ. ૩૧ )ધંધો મજુરી( રહે. ગોકુલનગર પાછળ ખોડીયારનગર વેલનાથ મંદિર પાસે જામનગર) (૪) પાંચાભાઇ ભગવાનજીભાઇ જોરીયા જાતે કોળી(ઉ.વ.૩૮) ધંધો મજુરી( રહે. ગોકુલનગર પ્રજાપતી સોસાયટી -હનુમાજીના મંદિર પાસે જામનગર) (૫) નિલેશભાઇ નારણભાઇ કરમુર જાતે આહીર (ઉ.વ.૨૬) ધંધો મજુરી( રહે.ગોકુલનગર પ્રજાપતી સોસાયટી હનુમાજીના મંદિર પાસે જામનગર
)
આ કાર્યવાહી પો.ઇન્સ.વી.એમ.લગારીયા ના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ.સી.એમ.કાટેલીયા તથા પો.સ.ઈ.એમ.વી.ભાટીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીયા,ઘનશ્યામભાઇ ડેરવાળીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, ધમેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, ભરતભાઇ ડાંગર, સુમીતભાઇ શીયાર, યુવરાજસિંહ ઝાલા, અજયભાઇ વિરડા, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, ભયપાલસિંહ જાડેજા સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર, ધમેન્દ્રસિંહ જાડેજા દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા વિગેરે દ્રારા કરવામા આવેલ છે
(8:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
