<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

ગીરગઢડાના વેળાકોટ ગામે વાડી વિસ્તારમાં અચાનક વીજળી ત્રાટકી:ત્રણ યુવતીઓ દાઝી

ત્રણેય બહેનોને તાત્કાલિક ગીરગઢડા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાઇ: એક બહેનની હાલત ગંભીર

ગીરગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, જ્યારે વેળાકોટ ગામે વીજળી પડવાની ઘટનામાં ત્રણ યુવતીઓ ઈજાગ્રસ્ત થતા પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ગીરગઢડાના વેળાકોટ ગામે વાડી વિસ્તારમાં રહેતા જોરુભાઈ કરસનભાઈ મોરાશિયાની વાડીમાં ઘર આંગણે અચાનક વીજળી ત્રાટકી હતી. આ દુર્ઘટનામાં ત્યાં હાજર ત્રણ યુવતીઓ દાઝી ગઈ હતી.

ઈજાગ્રસ્તોમાં જલ્પાબેન રામસિંગભાઈ ખાડિયા, કડવીબેન ધીરુભાઈ મોરાશિયા અને જિજ્ઞાબેન રામજીભાઈ પરમારનો સમાવેશ થાય છે. ત્રણેય બહેનોને તાત્કાલિક ગીરગઢડા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી છે, જેમાં એક બહેનની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

(9:36 PM IST)