તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Saturday, 21st March 2026
બગસરામાં આંગણવાડી વર્કર બહેનો દ્વારા પડતર પ્રશ્નોની માંગણીઃ સરકાર સામે ડમરુ વગાડી રાસ ગરબા કરી વિરોધ

(સમીર વિરાણી દ્વારા) બગસરા તા.૨૧: બગસરામાં આંગણવાડીની બહેનોએ સી ડી પી ઓને આવેદન આપ્યા બાદ આજે ત્રીજા દિવસે પણ મહિલાઓએ ડમરુ વગાડી રાસ ગરબા લઇ વિરોધ વ્યકત કર્યો હતો.. હું તો ભાઈને કાગળિયા લખી લખી થાકી ભાઈ કાંઈ જવાબ દેતા નથી તેવા ગરબા ગાઈ વિરોધ વ્યકત કર્યો હતો ત્રણ દીવસ માટે માશ સિવિલ પર ઉતરીને વિરોધ વ્યકત કરેલ હતો આજે વિરોધ કર્યા ને ત્રીજો દિવસે પણ વિરોધ યથાવત રાખ્યો હતો.ત્યાર બાદ તમામ મહિલાઓ ધરણા પણ કરવામાં આવ્યા હતા. અને સુત્રોચાર કરી હમારી માંગે પૂરી કરોના નારા લગાવ્યા હતા. ગૂજરાત સરકાર દ્વારા આંગણવાડી વર્કર ફેસિલિયેટરએ પોતાની માંગણી રજૂ કરેલ હોવા છતાં ગુજરાત સરકાર દ્વારા આ પ્રશ્નોનું નિરાકરણ માટે કોય પણ પ્રકારની બેઠક યોજેલ નથી જેને લયને આજે ત્રીજા દિવસે પણ બગસરા પંથકની આંગણવાડી મહિલાઓએ વિરોધ વ્યકત કર્યો હતો. સરકાર આમોને જે મોબાઈલ આપવામાં આવેલ છે ફિકસ પગાર માંથી કાયમી પગાર ધોરણ આપવું અને સરકાર દ્વારા આંગણવાડીને છેલ્લા ત્રણ માસથી બિલો ચૂકવેલ નથી તે બિલો ચૂકવવા અને આવી મહિલાઓ કે જે આંગણવાડી ખાતે ફરજ બજાવી રહેલા છે તો આ તમામ માગણીઓને સુખદ અંત આપો તેવી માંગણી સાથે મહિલાઓ દ્વારા હમ સબ એક હે હમારી માંગણી પુરી કરો તેવા નારા સાથે આવેદન આપવામાં આવ્યું હતું. અને જો અમારી માંગણી પુરી નહિ કરવામાં આવે તો અમારા યુનિયન દ્વારા હવે પછી જે મિટિગમાં નિર્ણય કરવામાં આવશે તે મુજબ આંદોલન કરવામાં આવશે અમો આ આંદોલનને વધુ જલદ રૃપ આપીશું તેવી ચીમકી ભાવનાબેન ભટ્ટી જિલ્લા આંગણવાડી પ્રમુખએ આપવામાં આવી હતી.
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
