<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

ઉના તાલુકામાં અડધાથી અઢી ઈંચઃ ઝાડ ઉપરથી કેસર કેરીઓ ખરી ગઈઃ બાજરી, તલ, અડદ પાકને નુકશાન

સુકવેલી મચ્‍છી બગડી ગઈઃ સુકા મરચા પલળી જતા વેપારીઓ મોટી નુકશાન

(નવીન જોષી દ્વારા) ઉના,તા.૨૧: ઉના તાલુકા શહેર અને ગ્રામ્‍યમાં કમોસમી વરસાદથી આંબાના ઝાડ ઉપરની મોટાભાગની કેસર કેરીઓ ખરી પડી હતી.

ઉનાળુ બાજરી, તલ, અડદ અને કેળાના પાકને ભારે નુકસાની થઇ રહ્યાનું ખેડૂતો જણાવી રહ્યા છે. શહેર-ગ્રામ્‍યમાં ૨૪ કલાકમાં અર્ધાથી અઢી ઈંચ વરસાદ વરસી ગયો હતો.

વેસ્‍ટર્ન ડીટબર્શન ને કારણે આજે બપોર બાદ કાળા વાદળો થી આકાશ ઘેરાઈ ગયું હતું. અને ચૈત્ર મહિના માં જાણે અષાઢી માહોલ જોવા મળ્‍યો હતો. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે જોર દાર વરસાદ વરસવો  બપોરના થી શરૂ થયો હતો શહેર મા મેઈન રોડ ઉપર પાણી વહેવા લાગ્‍યાં હતા. બપોર ના અંધારું છવાઈ ગયું હતું. કુદરતી કફર્યૂ જોવા મળી રહ્યો હતો

સાંજ સુધીમાં અડધો ઇંચ વરસાદ વરસ્‍યો છે. જ્‍યારે ગ્રામ્‍ય વિસ્‍તારોમાં સામતેર, સનખડા, ભાચા, કંસારી, અંજાર, દેલવાડા, નવાબંદર, સિમર, સૈયદ રાજપરા, કેસરિયા, વાસોજ , વિગેરે ગામોમાં એક થી દોઢ ઇંચ વરસાદ વરસ્‍યો છે. ભારે પવન સાથે વરસાદ વરસતા આંબાના ના ઝાડ ઉપર રહેલ કેસર કેરી ખરી ગઈ છે. કેરી ના પાક ને મોટું નુકશાન થયું છે. તેમજ ખેતર માં વાવેલ ઘઉં, ડુંગળી, ઉનાળુ બાજરી, તલ, અડદ, કેળા ના પાક ને પણ ભારે નુકશાન થયું છે. ખેડૂત ના મોઢે આવેલ કોળિયો ઝૂંટવાઈ ગયો છે. ખેડૂત ચિંતા માં મુકાઈ ગયો છે.

બપોર બાદ ગીર ગઢડા શહેર અને તાલુકા ના ગામો ઝાંખિયા, બાબરીયા, ભાખા , થોરડી, જામવાળા, કોદીયા , ફાટસર, ઈટવાયા, દ્રોણ, જુડ વડલી, વડવિયાળા, ખાપટ, જરગલી, સનવાવ, ઉમેદ પરા, હરમડીયા, વિગેરે ગામો પણ ભારે પવન સાથે વરસાદ એક થી અઢી ઈંચ વરસાદ વરસ્‍યો ના અહેવાલ મળ્‍યા છે.  ખેતરમાં ખેતીના પાક અને બાગાયત પાક કેસર કેરી, કેળા અને ચીકુ વિગેરે ને પણ ભારે પવન અને વરસાદ થી મોટું નુકશાન ગયા નું જાણવા મળેલ છે. તેમજ ઊના તાલુકાના નવાબંદર, સિમર અને સૈયદ રાજપરા બંદર ઉપર પણ કમોસમી વરસાદ થી સુકવેલ મચ્‍છી બગડી જતા મોટું નુકશાન ની ભીતિ સેવાઈ રહી છે. સાંજે પાંચ પછી વરસાદ રોકાઈ જતા લોકોએ હાશ કારો અનુભવેલ છે.

ઊના અને સનખડા માં સુકા મરચા નું મોટું પીઠું હોય. મરચા પલળી જતા મરચાં ના વેપારીઓ પણ મુશ્‍કેલી માં મુકાઈ ગયા છે.

(11:13 AM IST)