News of Saturday, 21st March 2026
કોટડાસાંગાણીના તત્કાલિન ઈન્ચાર્જ સરપંચ ધવલ વઘાસિયા ભ્રષ્ટાચારના ગુનામા જામીન પર મુક્ત
ખોટા રેકોર્ડ ઉભા કરી રૂા. ૫૨.૫૯ લાખની નાણાકીય ગેરરીતિના ગુનામાં પૂર્વ ધારાસભ્ય ચંદુભાઈ વઘાસિયાનો પુત્ર જેલ હવાલે હતો

રાજકોટ, તા. ૨૧: કોટડાસાંગાણી ગ્રામ પંચાયતમા ખોટા રેકોર્ડ ઉભા કરી આશરે રૂા. ૫૨.૫૯ લાખની નાણાકીય ગેરરીતિ આચરી રસ્તાના કામોમાં ભ્રષ્ટાચારના ગુનામાં જેલ હવાલે રહેલા ગોંડલના પૂર્વ ધારાસભ્ય ચંદુભાઈ વઘાસિયા પુત્ર અને તત્કાલિન ઉપસરપંચ અને ઈન્ચાર્જ સરપંચ ધવલ વઘાસિયાનો લાંબી કાનૂની લડાઈના અંતે જામીન પર છુટકારો થયો છે.
વધુ વિગત મુજબ કોટડા સાંગાણી તાલુકા વિકાસ અધિકારી દ્વારા કોટડા સાંગાણી ગ્રામ પંચાયતના તત્કાલિન ઉપસરપંચ અને ઈન્ચાર્જ સરપંચ ધવલ ચંદુભાઈ વઘાસિયાએ ખોટા દસ્તાવેજો બનાવી અને વિકાસ કામોમાં રૂા. ૫૨.૫૯ લાખની ગેરરીતિ આચર્યા અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે. હોદ્દાનો દુરઉપયોગ કરી રાષ્ટ્રીય પર્વની ઉજવણીમા સ્ટેજના, ઇલેકટ્રીક સાઉન્ડ મળી કુલ રૂ.૧૫,૮૦૦ ના બીલો મામલતદાર કચેરી દ્રારા ચુકવેલ હોવા છતા ખોટા બીલ/હીસાબ બનાવી ચુકવણી કરેલ હોવાનુ રેકર્ડ બનાવી તેમજ એટીવીટી યોજનાની ગ્રાન્ટના મજુર થયેલા સી.સી.રોડ ને બદલે ૧ ૧૨ ચો.મી. સી.સી. રોડનુ કામ કરી બાકીના ૪૯૪ ચો.મી. સી.સી.રોડનુ કામ સ્થળ પર નહી કરી તેના સરકારી નાણા ની ગેરરીતી કરી તેમજ નાણાપંચના વિકાસના મંજુર થયેલ પૈકી ૧૧ કામોમા નાયબ કાર્યપાલક ઇજનેર અને અધિક મદદનીશ ઇજનેરની સહીઓ વાળા બનાવટી પૂર્ણતા પ્રમાણપત્રો રજુ કરી ખોટુ સરકારી રેકર્ડ ઊભું કરી તેની ખરા તરીકે ઉપયોગ કરી અગાઉથી આયોજન કરી પોતાના ગુનાહીત હેતુ પાર પાડવા અંગે રૂ.૫૨,૫૯,૨૦૦ ની રોકડ રકમ મેળવી નાણાકીય ગેરરીતી આચરી અને સરકારી તંત્ર સાથે છેતરપીડી કર્યા અંગેની ફરીયાદ નોંધાવી હતી.
આ ગંભીર કૌભાંડને પગલે પોલીસે તપાસ હાથ ધરી ધવલ વઘાસિયાની ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા. તપાસની દ્વારા અદાલતમાં ચાર સીટ રજૂ કરવામાં આવતા ધવલ વઘાસિયાએ જામીન પર સૂટવા ગોંડલ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી જેની ચુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ બચ્ચાઓ પક્ષના એડવોકેટ વિજયરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલી દલીલમાં આરોપીએ કોઈ ખોટા બીલ બનાવેલ નથી ૧૨૦ બીનો ચાર્જ છે તે મુજબ કોઈ અન્ય આરોપીની ધરપકડ થયેલ નથી આરોપી સામે પ્રાઇમાફેસી લાંચ રુશ્વત ધારાની કલમ લાગુ પડતી નથી આરોપીએ કોઈ ભ્રષ્ટાચાર કરેલ નથી તેમજ વિશેષમાં અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ સીબીઆઇ વાળા કેસનું જજમેન્ટ રજૂ કરવામાં આવેલું હતું તમામ દલીલ અને દસ્તાવેજી પુરાવાને અંતે અદાલતે ધવલ વઘાસીયા ને રૂા. ૧,૦૦,૦૦૦ ના શરતી જામીન પર મુક્ત કરતો હુકમ કર્યો છે
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
