તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st March 2026
ગીર સોમનાથના હરમડિયામાં ૫ ઇંચ વરસાદ ખાબકયો : કચ્છમાં ફરી માવઠુ
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં એક જ દિવસમાં ત્રણેય ઋતુનો અનુભવ યથાવત

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા.૨૧: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં ગુરૂવારે માવઠાએ કહેર મચાવ્યા બાદ કાલે શુક્રવારે રાત્રીના ગીર સોમનાથના હરમડિયામાં ૫ ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયુ હતુ.
કાલે સાંજથી ગીર સોમનાથ જીલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને માવઠાના માહોલ સાથે હળવો ભારે વરસાદ પડયો હતો.
ગીર સોમનાથમાં માવઠાએ સટાસટી બોલાવી હતી. હરમડિયા ગામે એકાએક આભ ફાટયુ હોય તેમ ૫ ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો. ગિરગઢડા ગામે સરકારી ચોપડે ૬૬મીમી એટલે કે અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો.
અત્યારે ૧૦ વાગ્યે પાકિસ્તાન બાજુથી ગાજવીજ વાળા ભારે વાદળોએ કચ્છ વિસ્તારમાં એન્ટ્રી કરતા જોરદાર માવઠાનુ મંડાણ છે. આ વાદળો દક્ષિણ પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યા છે અને નલિયા, નખત્રાણા, દયાપર, ભીતરા, મોટા આયાર, ખરુઆ વિસ્તારમાં અત્યારે ૧૦ વાગ્યે ભારે અસર દેખાય રહી છે.
સવારથી જ આ વિસ્તારોમાં જોરદાર પવન સાથે ગાજવીજ અને વરસાદ જોવા મળ્યો છે
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
