તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st March 2026
ચોટીલાના ગુંદામાં વાડીએ ઝેરી દવા પી વિજયભાઇએ આપઘાત કરી લીધો
સારવાર માટે રાજકોટ ખસેડાયા પણ દમ તોડી દીધોઃ કારણ અકળ

રાજકોટ તા. ૨૧: ચોટીલાના ગુંદા ગામે રહેતાં યુવાને વાડીએ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇગયો છે.
જાણવા મળ્યા મુજબ ગુંદા ગામે રહેતો વિજયભાઇ દેવશીભાઇ પલારીયા (ઉ.વ.૩૫) ગઇકાલે સવારે વાડીએ હતો ત્યારે ઝેરી દવા પી જતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
પરંતુ અીહ મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે નાની મોલડી પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર વિજયભાઇ બે ભાઇ અને બે બહેનમાં મોટો અને અપરિણીત હતો.
તે ખેતી કરી ગુજરાન ચલાવતો હતો. વાડીએ કોઇ કારણોસર ઝેર પી લીધાનું સગાએ કહ્યું હતું. કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
