<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

ગોંડલના વેપારી સાથે ૭.ર૩ લાખની છેતરપીંડી

સીંગદાણા ખરીદી રૂપીયા ન ચુકવનાર વલસાડની પેઢીના સંચાલક સામે ફરીયાદ

 

રાજકોટ, તા., ર૧: ગોંડલના વેપારી સાથે વલસાડની પેઢીના સંચાલકે ૭.ર૩ લાખની છેતરપીંડી કરતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ વિજયભાઇ મગનભાઇ ડેડકીયા ધંધો વેપાર રહે. ગોંડલ ગુંદાળા રોડ ડી.કે.નંગર અનંતા હોટલવાળી શેરીએ આરોપી કીશનભાઇ મનોજભાઇ સવસાણી મઘુસુદન એન્‍ટરપ્રાઇઝ ધરમપુર ચોકડી તીરૂપતી પ્‍લાઝા શોપ નં. ૩ર વલસાડના પ્રોપરાઇટર સામે ગોંડલ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ કરી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ આરોપી પોતે મધુસુદન એન્‍ટરપ્રાઇઝ નામની પેઢી ધરાવે છે અને શીંગદાણાના મોટા વેપારી છે તેવી છાપ દલાલ રાકેશભાઇ કારીયા મારફત ઉભી કરી ફરીયાદી પાસેથી રૂા. ૭,ર૩,૪૯ર ના શીંગદાણા ખરીદ કરી પૈસા ચુકવી દેવાના વાયદા કરી પૈસા નહી ચુકવી શીંગદાણા ઓળવી જઇ છેતરપીંડી કરી હતી.

આ ફરીયાદ અન્‍વયે બી ડીવીઝન પોલીસે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(1:12 PM IST)