News of Saturday, 21st March 2026
સુરેન્દ્રનગર વઢવાણમાં ઈદ ઉલ ફિત્રની શાનદાર ઉજવણી
સુરેન્દ્રનગર વઢવાણમાં મસ્જિદોમાં તેમજ ઈદગા ખાતે ખાસ નમાજ ઈદની અદા કરતા મુસ્લિમ બિરાદરો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૨૧: સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા મથકોએ કોમી એકતાના અને ભાઈચારાના માવલ વચ્ચે આજે રમજાન ઈદની ઉજવણી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર વઢવાણ ખાતે આજે મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમજાન માસ વિદાય સાથે આજે મુસ્લિમ બિરાદરો દ્વારા રમજાન ઈદની ઉજવણી કરવામાં આવી છે ત્યારે આજે સુરેન્દ્રનગર વઢવાણ ખાતે મુસ્લિમ બિરાદરોએ મસ્જિદો તેમજ ઈદગા ખાતે ઈદની ખાસ નમાજ અદા કરવામાં આવી હતી ત્યારે સુરેન્દ્રનગર ઈદગા ખાતે મુસ્લિમ સમાજના જુમ્મા મસ્જિદના પેસીમામ હાજી સૈયદ હનીફ બાપુ દ્વારા નમાજ અદા કરાવવામાં આવી હતી વઢવાણ ઘરશાળા ખાતે પણ ઈદની નમાજ જુમા મસ્જિદના પેસીમામ દ્વારા અદા કરાવવામાં આવી હતી ત્યારે કોમી એકતા અને ભાઈચારાના માહોલ વચ્ચે આજે ભવ્ય ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ઇદગા ખાતે આજે મુસ્લિમ બિરાદરો દ્વારા ખાસ યવા પણ કરવામાં આવી છે કે દેશમાં શાંતિ નો સંદેશો સદાય ફેલાયેલો રહે તેવી આજે રમજાન ઈદ દરમિયાન ખાસ દુવા પણ કરવામાં આવી હતી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા મથકોએ પણ આજે રમજાન ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં ખાસ કરી અને પાટડી દસાડા જેનાબાદ રસુલાબાદ સહિતના ગામોમાં પણ આજે ઈદની ખાસ નમાજ અદા કરવામાં આવી હતી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ખાતે પણ આજે કોમી એકતા અને ભાઈચારાના માહોલ વચ્ચે ઈદની નમાજ અદા કરવામાં આવી હતી એ જ રીતે ચોટીલા ખાતે પણ મુસ્લિમ બિરાદર ભેગા મળી અને ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી લખતરમાં પણ આજે મુસ્લિમ બિરાદરો દ્વારા રમજાન માસની ખાસ નમાજ અદા કરી અને ભાઈચારાની દુઆ કોની એકતાના માહોલ વચ્ચે કરવામાં આવી હતી. લીંબડીમાં પણ આજે રમજાન ઈદ ની ઉજવણી સાથે ઇદની ખાસ નમક અદા કરવામાં આવી હતી આમ કોમી એકતા અને ભાઈચારાના માવલ વચ્ચે આજ રમજાન ઈદની ઉજવણી મુસ્લિમ બિરાદરો દ્વારા કરવામાં આવી છે ત્યારે દરેક ઇદગા ખાતે પણ પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને પોલીસ તંત્ર દ્વારા પણ મુસ્લિમ બિરાદરોને ઈદની મુબારકબાદી પાઠવવામાં આવી હતી ત્યારે સુરેન્દ્રનગર કોમી એકતાના રાહબર હાજી સૈયદ યુસુફ મિયા બાપુને ત્યાં પણ મુસ્લિમ બિરાદરો તેમજ સમગ્ર જ્ઞાતિના લોકો બાપુની મુબારકબાદી પાઠવવા માટે પહોંચ્યા હતા.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
