તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st March 2026
વાંકાનેરમાં ઇદ-ઉલ-ફિત્રની નમાઝ અદા કરાઇ
વાંકાનેર સહિત સમગ્ર દેશ માટે શાંતિ-ભાઇચારાની દુઆ ગુંજારાઇ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા., ર૧ : વાંકાનેરમાં આજે ઇદ-ઉલ-ફિત્રના પર્વ નિમિતે ગ્રીનચોકથી એક શાનદાર ઝુલુસ પ્રસ્થાન થઇ, મોમીન શેરી, ભોરણીયા શેરી, સિપાઇ શેરી, તરીયાવાડથી મારકેટ ચોક, દિવાનપરા થઇ ઇદગાહે પહોંચેલ. ત્યાં ઇદની નમાઝ કસ્બા મસ્જીદના મૌલાનાએ કરાવી હતી. ઇદની તકરીરમાં ઇસ્લામના ભાઇચારાનો સંદેશ સમજાવ્યો હતો. તેમજ નમાઝ બાદ વાંકાનેર સહિત સમગ્ર દેશ માટે શાંતિ-ભાઇચારાની દુઆ ગુજરાઇ હતી. આ ઇદ પ્રસંગે ઇદગાહે પીર સૈયદ શકીલ એહમદ પીરઝાદાએ હાલની સ્થિતિ અંગે વાંકાનેર અને દેશભરમાં ભાઇચારો જળવાઇ રહે તેવી અપીલ કરી હતી. વાંકાનેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સરાહનીય રહયો હતો.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
