<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

જામનગરમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલીંગ...

જામનગરઃ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની ની સૂચના થી જામનગર શહેર જીલ્લામાં રમઝાન ઇદ ના તેહવાર ધ્‍યાને લઇ ફૂટ પેટ્રોલીંગની સુચના દરેક ડિવિઝન આપવામાં આવી હતી. ત્‍યારે, સિટી-એ ડિવિઝન પોલીસ સ્‍ટેશનના પીઆઇ નિકુંજસિંહ ચાવડા સહિત સ્‍ટાફ દ્વારા દરબારગઢ નાકા બહાર આવેલ સંવેદનશીલ વિસ્‍તાર પાંચ હાટડી, ગુજરાતીવાડ, પટણીવાડ, મોટાપીર ચોક, ઘાંચી ની ખડકી વિસ્‍તાર,ખોજા નાકા વિસ્‍તાર અને સુમરાચાલી વિસ્‍તારમાં ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવેલ હતો અને શહેરમાં કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઇ રહે અને પ્રકારનો બનાવ અન્‍ય વિસ્‍તારોમાં ‘ન' બને તે માટે જામનગર પોલીસ સતત નજર રાખી રહી છે.( અહેવાલઃ મુકુંદ બદિયાણી-તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(12:03 PM IST)