<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

પોરબંદરઃ લોન કલોઝનું ખોટું એનઓસી આપીને ર.૬૯ લાખની છેતરપીંડી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૧: લોન કલોઝનું ખોટું એન.ઓ.સી. આપીને બાકીની રકમ ઉઘરાવી છેતરપીંડી કર્યાની ફાયનાન્‍સ કંપનીના એજન્‍ટ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

જયુબેલી વિસ્‍તારમાં રહેતા રામભાઇ સુકાભાઇ એ ઉદ્યોગનગર પોલીસ સ્‍ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ કે હીરો ફિન કોપના લોન એજન્‍ટ ધવલ ભરતભાઇએ લોન કલોઝ કરાવી દેવાનું કહીને આ માટે ર,૬૯૧૭૬ ઉઘરાવીને લોન કલોઝનું ખોટું એન.ઓ.સી. આપેલ અને હકીકતમાં લોન ચાલુ રાખીને બાકીના હપ્‍તા ભરવાનું ચાલુ રાખીને રકમનો દુરપયોગ કરીને છેતરપીંડી આચરી હતી.  આ પોલીસ ફરિયાદની વધુ તપાસ પી.એસ.આઇ. એ. એસ. બારા ચલાવે છે.

(12:05 PM IST)