<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd March 2026

જામનગર-લાલપુર હાઈવે પર ચેલા ચંગાના પાટીયા પાસે આઈ -10 કાર અને ટ્રક વચ્ચે અકસ્માત : એક વ્યક્તિને સામાન્ય ઈજા

અકસ્માતમાં સદભાગ્યે કોઈ જાનહાનિ નથી : લાલપુર થી જામનગર તરફ આવી રહેલ કાર અને ટ્રક અથડાતા ટ્રક પલ્ટી મારી ગયો

જામનગર::જામનગર-લાલપુર હાઈવે પર ચેલા ચંગાના પાટીયા પાસે આજે સવારે  આઈ -10 કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી. લાલપુર થી જામનગર તરફ આવી રહેલ કાર અને ટ્રક અથડાતા ટ્રક પલટી મારી ગયો હતો અને આ અકસ્માતમાં એક વ્યક્તિને સામાન્ય ઈજા થઈ હતી જેને 108 એ દોડી જઈને સારવાર માટે ખસેડ્યો છે. તેમ સ્થાનિક અગ્રણી નવલસિંહ ભટીએ જણાવ્યું છે.(અહેવાલ:મુકુંદ બદિયાણી,તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)

(11:32 AM IST)