<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd March 2026

મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે વિવિધ મોરચાના હોદ્દેદારોનો અભિવાદન સમારોહ યોજાયો.

( પ્રવીણ વ્યાસ દ્વારા મોરબી મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે વિવિધ મોરચાના હોદ્દેદારોના સન્માન માટે એક વિશેષ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપના પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા તેમજ જિલ્લા ભાજપના મહામંત્રીઓ નિર્મલભાઈ જારીયા, તપનભાઈ દવે અને ચતુરભાઈ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત, ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ સુખદેવભાઈ દેલવાડીયા તેમજ ભાજપના દરેક મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ઉપસ્થિત તમામ અગ્રણીઓ દ્વારા હોદ્દેદારોનું અભિવાદન કરી તેમને સંગઠનની કામગીરી માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

(12:53 PM IST)