<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd March 2026

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી ત્રિમંદિરમા શ્રી સીમંધર સ્વામી અને અન્ય દેવતાઓના ચરણોમાં શીશ ઝુકાવી રાજ્યનાં વિકાસ અને પ્રગતિ માટે મંગલ કામના કરી

કૌશિકભાઈ વેકરીયા, જગદીશભાઈ વિશ્વકર્મા, ભરતભાઈ સુતરીયા, હીરાભાઈ સોલંકી, મહેશભાઇ કસવાલા, જનકભાઈ તળાવીયા, જે.વી.કાકડિયા સહિત ઉપસ્થિત

અમરેલી તા.૨૨   રાજ્યના યશસ્વી તથા નિર્ણાયક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી સ્થિત ત્રિમંદિરમાં શ્રી સીમંધર સ્વામી અને અન્ય દેવતાઓના ચરણોમાં શીશ ઝુકાવી રાજ્યનાં વિકાસ અને પ્રગતિ માટે મંગલ કામના કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ત્રિમંદિર ખાતે શ્રી સીમંધર સ્વામી, યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન, શ્રીનાથજી, શ્રી તિરુપતિ બાલાજી, પૂજ્ય દાદા ભગવાન, પૂજ્ય નીરુમા

સહિત ભગવાનનાં ચરણોમાં શીશ ઝુકાવી પ્રાર્થના કરી હતી.

આ તકે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા, નિકોલના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, મહેશભાઇ કસવાલા, જનકભાઈ તળાવીયા, જે.વી.કાકડિયા સહિત અગ્રણીશ્રીઓએ પણ આ સાથે ત્રિમંદિર ખાતે ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું.

(4:00 PM IST)