<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd March 2026

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રણશિંગા ફૂંકાયા: મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે મહત્વની બેઠક યોજાઈ

ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય સુનિશ્ચિત કરવા માટે વ્યૂહરચના ઘડવામાં આવી અને પદાધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું .

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા ભાજપ દ્વારા સંગઠનાત્મક તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. આ તૈયારીઓના ભાગરૂપે આજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે એક ઉચ્ચ સ્તરીય અને મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં આગામી ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય સુનિશ્ચિત કરવા માટે વ્યૂહરચના ઘડવામાં આવી હતી અને પદાધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
ઉપસ્થિત મહાનુભાવો:
બેઠકમાં સંગઠનના ઉચ્ચ પદાધિકારીઓ અને લોકપ્રતિનિધિઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી, જેમાં ગજેન્દ્રભાઈ સક્સેના (મોરબી જિલ્લા ભાજપ પ્રભારી) જયંતીભાઈ રાજકોટિયા (મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ) કેસરીસિંહ ઝાલા (રાજ્યસભા સાંસદ), ચંદુભાઈ સિહોરા (સાંસદ) દુર્લભજીભાઈ દેથરીયા (ધારાસભ્ય) પ્રકાશભાઈ વરમોરા (ધારાસભ્ય) બ્રિજેશભાઈ મેરજા (પૂર્વ મંત્રી)
શ્રીમતી હંસાબેન પારેઘી (પૂર્વ પ્રમુખ, મોરબી જિલ્લા પંચાયત) પ્રશાંતભાઈ વાળા (અગ્રણી નેતા) ⁠નિર્મલભાઇ જારીયા,તપનભાઇ દવે,ચતુરભાઇ મકવાણા ( મહામંત્રીઓ ) ⁠રઘુભાઇ ગડારા ( પુર્વ પ્રમુખ મોરબી જિલ્લા ભાજપ)
બેઠકના મુખ્ય મુદ્દાઓ
1. ચૂંટણીલક્ષી માળખું: જિલ્લાની તમામ નગરપાલિકાઓ અને પંચાયત બેઠકો પર સંગઠનને મજબૂત કરવા અંગે ચર્ચા કરવામાં આવી.
2. જનસંપર્ક અભિયાન: સરકારની લોકકલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડી જનમત કેળવવા પર ભાર મૂકવામાં આવ્યો.
3. કાર્યકર સંમેલન: આગામી દિવસોમાં વિવિધ સ્તરે કાર્યકર સંમેલનો યોજી ચૂંટણીલક્ષી જવાબદારીઓની સોંપણી કરવામાં આવશે.
બેઠકના અંતે જિલ્લા પ્રમુખ અને પ્રભારીશ્રી દ્વારા તમામ હોદ્દેદારોને એકજુથ થઈને 'પેજ સમિતિ' થી લઈ 'બૂથ સ્તર' સુધીની કામગીરીમાં જોતરાઈ જવા આહવાન કરવામાં આવ્યું હતું.

(5:20 PM IST)