તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Sunday, 22nd March 2026
જામનગરમાં સ્વ. નર્મદા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ અને રુદ્ર ઇવેન્ટ દ્વારા પ્રાયોજિત આઇકોનીક -૨૦૨૬ એવોર્ડથી બહેનોને સન્માનિત કરાયા
૩૦ જેટલા એવોર્ડ સાથે બાળ યુવા તથા બહેનો માટેનો સન્માન સમારોહ સાથે ભારતીય જનતા પાર્ટીના મોરચામાં વરણી થયેલા પ્રમુખ- મહામંત્રીનું પણ સન્માન કરાયું

જામનગર:જામનગરમાં મહિલા અગ્રણી નિકિતાબેન કુંવરિયા દ્વારા સ્વ. નર્મદા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ અને રુદ્ર ઇવેન્ટ ના નેજા હેઠળ 'આઇકોનીક એવોર્ડ-૨૦૨૬' કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ૩૦ જેટલા એવોર્ડ સાથે બાળ યુવા તથા બહેનો માટેનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો, સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના મોરચામાં વરણી થયેલા પ્રમુખ- મહામંત્રીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનમાં પ્રસિદ્ધ કથાકાર અજયભાઈ શાસ્ત્રી, ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, મહામંત્રી મૃગેશભાઈ દવે, પૂર્વ ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, મહિલા મોરચાના પ્રમુખશ્રી દક્ષાબેન અગ્રાવત, મહામંત્રી અવનીબેન, તેમજ પૂર્વ કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ, જાણીતા એસ્ટ્રોલોજર જયંતભાઈ જોશી, મહાવીર બાંધણીના પરિમલભાઈ, રાજુભાઈ ઝવેરી, ભાવસાર સમાજના પ્રમુખ અરવિંદભાઈ રૂપાપરા, વિશ્વકર્મા સમાજના દિલીપ મામા, વિદ્યોતેજક મંડળના ટ્રસ્ટી વીરુભાઈ દોશી,
કનૈયા ડાંડીયા ક્લાસના નાનકભાઈ ત્રિવેદી, સ્વ. નર્મદા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી આરતીબેન મલસાતર અને બીનાબેન રૂપાપરા ઉપસ્થિત રહ્યા હતા.
અને સર્વે આમંત્રિત મહેમાનોને મોમેન્ટોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને અંતે ભોજન સમારંભ ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મિતેશભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું.
(11:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
