News of Monday, 23rd March 2026
રાજગોર (કાઠી) તેરૈયા(સાંકળીયા)પરિવારના ભાણવડના માનપરમાં શ્રી કુળદેવી માતાજી સમક્ષ યજ્ઞઃ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
તા.૨૮ માર્ચને શનિવારે સાંજે ૪ વાગ્યે માતાજીની મૂર્તિનું આગમન, રાત્રે ૮ વાગ્યે માતાજીના રાસગરબા, રાજગોર સમાજના બારોટજી વંશ પુરાણનું વાંચન તથા તા.૨૯ માર્ચ ને રવિવારે યજ્ઞનું આયોજન

રાજકોટ તા.૨૩: રાજગોર (કાઠી) તેરૈયા(સાંકળીયા)પરિવારના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના માનપર ગામે બિરાજતા શ્રી કુળદેવી માતાજી સમક્ષ યજ્ઞ અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.
કુળદેવી શ્રી મહાકાળી માતાજી અને શ્રી ચામુંડા દેવી માતાજીના સાનિધ્યમાં તા.૨૯-૩-૨૦૨૬ ને રવિવારના રોજ યજ્ઞનું આયોજન રાખેલ છે.આ તકે શ્રી કુળદેવી માતાજીની માર્બલમાંથી બનાવેલ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન રાખવામાં આવેલ છે.
આ કાર્યક્રમ અંતર્ગત તા.૨૮ ને શનિવારે સાંજે ૪ વાગ્યે માતાજીની મૂર્તિનું આગમન, રાત્રે ૮ વાગ્યે માતાજીના રાસગરબા, તેમજ રાજગોર સમાજના બારોટજી વંશ પુરાણ નું વાંચન કરવામા આવશે.
તા.૨૯ ને રવિવારે સવારે ૭ વાગ્યે માતાજીની મૂર્તિના સામૈયા અને મૂર્તિ સ્થાપન સાથે માતાજીના હવન યજ્ઞ તથા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાય છે. કુટુંબના શાષી દેવેન્દ્રાચાર્ય મહેતા યજ્ઞ વિધિ કરાવશે.યજ્ઞ-પુજનવિધિમા બેસવા માટે તા.૨૫ ને બુધવારે રાત્રિના ૧૨ વાગ્યા સુધીમાં છેલ્લો ચડાવો નોંધાવી શકાશે.સૌથી ઉંચો બોલ લખાવનાર લાભાર્થીનુ નામ યજ્ઞમાં બેસવા માટે નક્કી કરવામાં આવશે.
સમસ્ત ગુજરાતના શહેર અને ગામોમા વસવાટ કરતા પરિવારોને આ ધાર્મિક કાર્યક્રમમા હાજરી રહે તે માટે માનપર મુકામે બે દિવસ રહેવા પૂરતી સુવિધા તેમજ ભોજન પ્રસાદ ચા નાસ્તા વગેરે ની સગવડ ઉભી કરવામાં આવેલ છે.
આ પ્રસંગે સહપરિવારને હાજર રહેવા આયોજક શ્રી તેરૈયા(સાંકળિયા)સેવા સમિતિ, માનપર-બેલા પરિવાર દ્વારા
શ્રી તેરૈયા (સાંકળિયા) પરિવાર, માનપર(ધારાગઢ)તા.ભાણવડ જી. દેવભૂમિ દ્વારકા પરિવાર વતી સંસ્થાના પ્રમુખ ધીરુભાઈ તેરૈયાએ આમંત્રણ પાઠવ્યુ છે.
વધુ વિગત માટે તથા તેરૈયા પરિવારના વોટસએપ ગ્રુપમાં જોડાવા માટે (મો.૯૯૦૪૭ ૯૭૪૪૯ , મો.૯૪૨૬૪ ૯૭૪૪૯ , મો.૭૬૯૮૧ ૨૯૨૬૯) ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યું છે
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
