<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

પોરબંદરમાં પૂ. રમેશભાઈ ઓઝા સ્‍થાપિત સાંદીપનિ વિદ્યાનિકેતની શ્રી બાબડેશ્વર સંસ્‍કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોને અખિલ ભારતીય શાસ્ત્રીય સ્‍પર્ધામાં સુવર્ણ-રજતચંદ્રક

તમિલનાડુના કાંચીપુરમ ખાતે ભારતના ૨૬ રાજ્‍યો વચ્‍ચે યોજાયેલ સ્‍પર્ધામાં અપ્રતિમ સિદ્ધિ હાંસિલ કરીઃ પૂ.ભાઈશ્રીએ ઋષિકુમારોને આશીર્વાદ સાથે અભિનંદન પાઠવ્‍યા

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૩: પોરબંદરમાં ૅપૂ.ભાઈશ્રીૅ રમેશભાઈ ઓઝા દ્વારા સ્‍થાપિત સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે આવેલ શ્રી બાબડેશ્વર સંસ્‍કૃત મહાવિદ્યાલયમાં અભ્‍યાસ કરતા ઋષિકુમારોએ તમિલનાડુના કાંચીપુરમ ખાતે ભારતના ૨૬ રાજ્‍યો વચ્‍ચે યોજાયેલ અખિલ ભારતીય શાષીય સ્‍પર્ધામાં સુવર્ણચંદ્રક અને રજતચંદ્રક મેળવીને અપ્રતિમ સિદ્ધિ હાંસિલ કરી હતી

ભારતના તમામ રાજ્‍યોમાં અનેક સંસ્‍કૃત મહાવિદ્યાલયો ગુરુકુળોમાં ઋષિકુમારો સંસ્‍કૃત ભાષાનો અભ્‍યાસ કરી રહ્યા છે. સંસ્‍કૃત ભાષાના શાષોનો પ્રચાર થાય એ હેતુથી તમામ રાજ્‍યોમાં રાજ્‍ય સ્‍તરીય સંસ્‍કૃત શાષીય સ્‍પર્ધા પ્રતિવર્ષ આયોજિત થાય છે અને એમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલા ઋષિકુમારોએ અખિલ ભારતીય શાષાીય સ્‍પર્ધામાં ભાગ લેવાનો હોય છે.

આ વર્ષે દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્‍યમાં આવેલા કાંચીપુરમ સ્‍થિત શ્રીચંદ્રશેખરેન્‍દ્ર સરસ્‍વતી વિશ્વમહાવિદ્યાલય, કાંચીપુરમ્‌ ખાતે તા.૧૦ માર્ચથી ૧૩ માર્ચ દરમ્‍યાન ૬૩ મીઅખિલ ભારતીય શાષીય સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું.  જેમાં ભારતના ૨૬ રાજ્‍યોમાંથી ૭૦૦થી વધુ સ્‍પર્ધકોએ વિવિધ શાસ્‍ત્રીય સ્‍પર્ધામાં ભાગ લીધો હતો.

જેમાં પૂ.ભાઈશ્રીરમેશભાઈ ઓઝા દ્વારા સ્‍થાપિત સાંદીપનિ સ્‍થિત શ્રી બાબડેશ્વર સંસ્‍કૃત મહાવિદ્યાલયના   ઋષિકુમારોએ પણ અખિલ ભારતીય શાષીય સ્‍પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ૨૬ રાજ્‍યોના સ્‍પર્ધકો સાથે સ્‍પર્ધા કરીને સ્‍ફૂર્તિ સ્‍પર્ધામાં (સંસ્‍કૃત શાષાોની ક્‍વીઝ સ્‍પર્ધા) ઋષિકુમાર તેરૈયા પાર્થ અને તુષાર જોશીએ પ્રથમ સ્‍થાન મેળવતાં સુવરણચંદ્રક તથા કાવ્‍ય શલાકા ચંપૂરામાયણ વિષયમાં રક્ષિત જોષીએ તૃતીય સ્‍થાન મેળવીને રજતચંદ્રક પ્રાપ્ત કર્યો હતો.

આ ઋષિકુમારોએ રાષ્ટ્રીય સ્‍તરે સંસ્‍કૃત શાષીય સ્‍પર્ધામાં ઉત્‍કૃષ્ટ પ્રદર્શન કરીને સાંદીપનિ સંસ્‍થાને ગૌરવ અપાવ્‍યું હતુ.

આ અવસરે પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ હર્ષાન્‍વિત થઈને બન્ને ઋષિકુમારોને આશીર્વાદ સાથે અભિનંદન આપ્‍યા હતા તેમજ ગૃહપતિ હરિ પ્રસાદ બોબડેજી, પ્રધાનાચાર્ય બિપિનભાઈ જોષી તથા સર્વે અધ્‍યાપકશ્રીઓએ સહર્ષ અભિનંદન પાઠવ્‍યા હતા.(તસ્‍વીરઃમુકેશ વાધેલા-જુનાગઢ) 

(12:35 PM IST)