<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

કટુડા નજીક ત્રીપલ અકસ્‍માતમાં બે યુવકોના મોત

સુરેન્‍દ્રનગર પાસે બનાવઃ પુરપાટ કારે રોડ ઉપર જતા બે બાઈક ચાલકોને હડફેટે લીધા

 

(ફઝલ ચોહાણ દ્વારા) વઢવાણ તા.૨૩: સુરેન્‍દ્રનગરના ધાંગધ્રા રોડ ઉપર આવેલા કટુડા ગામ નજીક ત્રીપલ અકસ્‍માત સર્જાયો છે જેમાં બે આશાસ્‍પદ યુવકોના મોત નીપજવા પામ્‍યા છે.

જેમાં ઇજાગ્રસ્‍તોને પ્રાથમિક તબક્કામાં સુરેન્‍દ્રનગરની મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા અને ત્‍યાં સારવાર આપવામાં આવી રહી હતી પરંતુ સારવાર દરમિયાન મહેશભાઈ જેઠાભાઇ રબારી તેમજ નાથાભાઈ રબારીનું મોત નીપજવા પામ્‍યું છે બંને યુવકો સુરેન્‍દ્રનગરના હોવાનું પણ સામે આવ્‍યું છે પરિવાર ઉપર પણ આભ ફાટી પડવા પામ્‍યું છે હાલના તબક્કામાં જોરાવરનગર પોલીસ દ્વારા અકસ્‍માત મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી છે. ધાંગધ્રા તરફથી કાર પુરપાટ ઝડપે આવી રહી હતી કારમાં કુલ ચાર લોકો સવાર હતા પરંતુ આગળ જતા બંને વાહનો કારચાલકને ન દેખાતા બે બાઈક વાહનોને હડફેટમાં લેવામાં આવ્‍યા હતા જોકે બંને બાઈક ઉપર ડબલ સવારીમાં જતા હોવાનો પણ સામે આવ્‍યું છે.

સુરેન્‍દ્રનગરના એએસપી વૈદિક બિહારની સાથે આ મુદ્દે વાત કરવામાં આવતા તેમને જણાવ્‍યું હતું કે અકસ્‍માત મુદ્દે તપાસ ચાલી રહી છે બંનેનો કારચાલક દ્વારા આગળ જતાં બે બાઈકો ને હડફેટે લેવામાં આવ્‍યા છે જેમાં એક બાઈક ઉપર સવાર મહેશભાઈ જેઠાભાઈ અને નાથાભાઈ રબારીનું મોત નીપજવા પામ્‍યું છે અને હાલમાં તેમના પીએમ અંગેની કાર્યવાહી ચાલુ છે છ જેટલા ઇજાગ્રસ્‍ત અને ટીબી હોસ્‍પિટલ એટલે કે મેડિકલ કોલેજમાં રાખવામાં આવ્‍યા છે અને ગુનો દાખલ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે ગંભીર અકસ્‍માત સર્જાયો છે ત્‍યારે સ્‍પીડ લિમિટમાં વાહન ચલાવવા તેમજ વાહન ચલાવતા સમયે ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટેની પણ અપીલ કરવામાં આવી છે.

(11:10 AM IST)