News of Monday, 23rd March 2026
ધોરાજીમાં સમસ્ત બાલધા પરિવારના કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીના સાનિઘ્યમાં બુધવારે નવચંડી યજ્ઞ
તેજસ્વી તારલાઓનું સન્માન, સાંસ્કૃતિક કાર્યક્રમ અને માતાજીના રાસ ગરબા સહિતના - કાર્યક્રમો યોજાશેઃ સૌરાષ્ટ્રભરમાંથી બાલધા પરિવારના ભાઈઓ બહેનોએ હાજરી આપશે

(મનસુખભાઈ બાલધા દ્વારા) જામકંડોરણા, તા.૨૩: ધોરાજીમાં સમસ્ત બાલધા પરિવારના કુળદેવી શ્રીબ્રહ્માણી માતાજી અને સુરાપુરા ખીમજીબાપાના સાનિધ્યમાં ચૈત્ર સુદ-૮ ને બુધવાર તા.૨૫-૩-૨૦૨૬ ના રોજ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે આ પ્રસંગે દેહશુધ્ધિ સવારે ૮-૦૦ કલાકે, યજ્ઞશાળા પ્રવેશ સવારે ૮-૪૫ કલાકે, ગણપતિ પૂજન સવારે ૯-૦૦ કલાકે, ગ્રહ શાંતિ સવારે ૧૧-૦૦ કલાકે, બીડુ હોમવાનો સમય બપોરે ૪-૦૦ કલાકે રાખેલ છે આ પ્રસંગે તા.૨૪-૩-૨૦૨૬ ને મંગળવારે રાત્રે ૮-૩૦ કલાકે શ્રી લેઉવા પટેલ સાંસ્કૃતિક ભુવન વિભાગ-૩, કુંભાર વાડા, ભુખી રોડ ધોરાજી ખાતે પરિવારના તેજસ્વી વિધાર્થીઓનો સન્માન સમારોહ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે તેમજ તા.૨૫-૩-૨૦૨૬ ને બુધવારે સવારે ૯-૩૦ કલાકથી શ્રી લેઉવા પટેલ સાંસ્કૃતિક ભુવન વિભાગ-૩, કુંભાર વાડા ખાતે રાસ ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે તેમજ પ્રસાદી સ્થળ લેઉવા પટેલ સાંસ્કૃતિક ભુવન વિભાગ-૩ માં બપોરે ૧૧-૦૦ કલાકે રાખેલ છે આ પ્રસંગે બહારગામથી આવતા પરિવારના મહેમાનો માટે ઉતારાની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. સમગ્ર સૌરાષ્ટ્રના તેમજ બહારગામ વસતા પરિવારજનોને આ પ્રસંગે હાજરી આપવા નિમંત્રણ પાઠવવામાં આવેલ છે આ ધાર્મિક પ્રસંગે ધોરાજી, જામકંડોરણા, રાજકોટ, સુરત સહિત સૌરાષ્ટ્રભરમાંથી બાલધા પરિવાર હાજરી આપશે અને કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજી તેમજ સુરાપુરા શ્રી ખીમજીબાપાના દર્શન પુજન કરી સૌ સાથે મળી પ્રસાદ લેશે.
નોંધ-બાલધા પરિવાર રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વસતો હોઈ શક્ય હોયતો આ મેટર ફોટા સાથે જનરલ એડીશનમાં સારી રીતે લેવા વિનંતી
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
