<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

ભૂલથી પાંચ લાખને બદલે પ૦ લાખ ટ્રાન્‍સફર થઈ જતાં પરત નહીં આપી ઉચાપત કર્યાની રાવ

 

(મુકુંદ બદિયાણી દ્વારા) , તા. ર૩ : જામનગર :અહીં સીટી ભબીભ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ધીરેન્‍દ્રભાઈ અશોકભાઈ સોલંકી, ઉ.વ.૪પ, રે. પી.એન.માર્ગ પટેલ કોલોની શેરી નં.૧ર/૧ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૪-૧૦-ર૦રપ થી આજ દીન સુધી ફરીયાદી ધીરેન્‍દ્રભાઈ પોતાની પેઢી દ્રારકેશ ઈન્‍ફા સર્વીસ ના પવન ચકકીના પ્રોજેકટ ના કામે આરોપી જોગીન્‍દ્રસિંઘ પાબલે ની પેઢી ઓટોમેક ક્રેન સર્વીસ ના ફરીયાદી ધીરેન્‍દ્રભાઈ એ તેમના બેક ખાતા માંથી રૂ.પ,૦૦,૦૦૦/- માં એક વધારાનો ૦(શુન્‍ય) લાગી જતા ફરીયાદી ધીરેન્‍દ્રભાઈ ના ખાતા માંથી પ૦,૦૦,૦૦૦૦/- (પચાસ લાખ) ટ્રાન્‍સફર થઈ ગયેલ હોય તેવુ જાણવા છતા આરોપી જોગીન્‍દ્રસિંઘ એ ફરીયાદી ધીરેન્‍દ્રભાઈ ના વધારાના રૂપિયા ૪પ,૦૦,૦૦૦/- નો ગુનાહીત દુરૂઉપયોગ કરી અને પોતાનો ઉપયોગ મા લીધેલ હોય જે આજદિન સુધી ફરીયાદી ધીરેન્‍દ્રભાઈ ને રૂપિયા પરત આપવાનું કહી ગેરમાર્ગે દોરેલ હોય અને ફરીયાદી ધીરેન્‍દ્રભાઈ ના રૂપિયાની ઉચાપત કરી ગુનો કરેલ છે.

(2:18 PM IST)