તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd March 2026
રાયડી જૂથ ખેતી વિષયક વિવિધ કાર્યકારી સહકારી મંડળીના નવનિર્મિત કાર્યાલયનો લોકાર્પણ

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા.૨૩: જામ કંડોરણા તાલુકાના રાયડી ગામે રાયડી જૂથ ખેતી વિષયક વિવિધ કાર્યકારી સહકારી મંડળીના નવનિર્મિત ઓફિસ કાર્યાલય જયેશભાઈ રાદડિયાના હસ્તે ખુલ્લુ મુકાયું છે.
તેમજ મંડળી દ્વરા આપવામાં આવતી મેડિકલ સહાય અને અવસાન સહાયના રૂ.૩૦.૦૦૦/ ના ચેક અર્પણ કરવામાં આવેલ તેમજ રાયડી ગામના તેજસ્વી વિધાર્થીઓને શિલ્ડ અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ તેમજ phc રાયડીના નિવળત્ત કર્મચારીને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ હતું.
આ તકે જામકંડોરણાના ધારાસભ્ય અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયાએ મંડળીના પ્રમુખ શામજીભાઈ દેસાઈના ૫૩ વર્ષના કાર્યકાળ દરમિયાન મંડળીની પ્રગતિ અને આર્થિક વિકાસને ધ્યાને લઈ પ્રમુખશ્રી તથા વ્ય.કમિટી સભ્યો અને કર્મચારી ગણની કામગીરીને બિરદાવી ધન્યવાદ આપી જણાવેલ કે પ્રમુખ શ્રી ૮૦ વર્ષની ઉંમરે આટલા કાર્યરત રહેવું તે કોઈ નાની બાબત નથી. તેમજ મંડળીનો જીલ્લા લેવલે બીજો નંબર આવેલ તેની નોંધ લઈ મંડળીના પ્રમુખશ્રી તેમજ કમિટી સભ્યો અને અધિકારીઓને અભિનંદન આપવામાં આવેલ હતા.
આ સમયે મંડળીના પ્રમુખ શામજીભાઈ દેસાઈએ જણાવેલ કે રાજકોટ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અને જિલ્લામાં બીજો નંબર પ્રાપ્ત કરનાર અમારી રાયડી જૂથ ખેતી વિષયક વિવિધ કાર્યકારી સહકારી મંડળી જે જિલ્લા કક્ષાએ બીજો નંબર પ્રાપ્ત થયો છે.
મંડળીમાં હાલ ૫૫૦ સભાસદો ધરાવતી સંસ્થામાં ૪૫૦ સભ્યોને ૭ કરોડનું ત્ત્ણૂણૂ ધિરાણ કરેલ છે તેમજ મંડળી મારફત ખેડૂતોને સબસિડી યુકત ખાતરો પ્રમાણિત બિયારણ તેમજ ખેતી રક્ષકદવાઓ ઇફ્કો તેમજ સ્ટાન્ડર્ડ કંપનીઓની દવાઓનું વ્યાજબી ભાવે વેચાણ કરી સભ્યોને આર્થિક લાભ આપવા માટે પ્રયાસ કરવામાં આવેલ તેની નોંધ લેવામાં આવેલ હતી.
આ તકે જયેશભાઈ રાદડિયા, ગોવિંદભાઈ રાણપરીયા, અશોકસિંહ વાઘેલા, સુરેશભાઈ દેસાઈ, કરણસિંહ જાડેજા, જસમતભાઈ કોયાણી, લીલાભાઈ ભંડેરી, ચંદુભાઈ લુણાગરીયા સહિતના આગેવાનો હોદેદારો સહકારી આગેવાનો સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે ઉપસ્થિત લોકોનું મંડળીના પ્રમુખ સામજીભાઈ દેસાઈ, નરશીભાઈ પોશિયા એ કાર્યક્રમનું સંચાલન કરેલું હતું અને આભાર વિધિ નરસિંહભાઈ પોશિયા એ કરેલી હતી.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
