તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd March 2026
પોરબંદર જિલ્લામાં આવતીકાલથી મેગા ડીસ કનેકશન ડ્રાઇવનો બીજો રાઉન્ડ
વીજ બીલની ચડત રકમ નહીં ભરનરાઓના વીજ જોડાણો કપાશે : વીજ ગ્રાહકોને બાકી વીજ બીલ ભરી દેવા પીજીવીસીએલ દ્વારા અનુરોધ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૩ :.. જિલ્લામાં આવતીકાલથી પીજીવીસીએલ વીજ બીલની ચડત મોટી રકમ નહીં ભરનારાઓના વીજ જોડાણો કાપવા મેગ ડીસ કનેકશન ડ્રાઇવ શરૂ થનાર છે. થોડા દિવસ પહેલાં મેગા ડીસ કનેકશનના પ્રથમ રાઉન્ડમાં પીજીવીસીએલ દ્વારા જિલ્લામાં ર૮૦ ટૂકડી મેદાનમાં ઉતારીને વીજ ચેકીંગ કરીને કરોડોની વસુલાત કરી હતી.
અધિક્ષક ઇજનેર પીજીવીસીએલ પોરબંદર વર્તુળની યાદીમાં જણાવે છે, હજુ ૧૪ કરોડ રકમ બાકી હોવા થી આગામી તારીખ ૨૪/૩/૨૦૨૬ ના રોજ પોરબંદર વર્તુળ કચેરી હેઠળ ના ૧૮ પેટા વિભાગીય કચેરી હેઠળ માસ ડીસ કનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામા આવેલ છે.
મેગા ડીસ કનેકશન ડ્રાઇવ પછી દરેક દિવસે બાકી વીજ જોડાણો કપાત કરવામમાં આવશે.
જે ગ્રાહકો બાકી વીજ બિલના નાણા ભરપાઈ કરશે નહીં તેઓના વીજ જોડાણ તાત્કાલિક અસરથી ડીસ કનેક્ટ કરવામાં આવશે જેની તમામ માનવંતા ગ્રાહકોએ નોંધ લેવી અને સમયસર બાકી વીજ બિલના નાણાં ભરપાઈ કરી આપવા જેથી કરી નિરંતર વીજ પુરવઠો જાળવી શકાય તેમ અધિક્ષક ઇજનેર શ્રી પીજીવીસીએલ વર્તુળ કચેરીની યાદીમાં જણાવાયું છે.
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
